મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે આકાર પામી રહેલા હોટેલ પ્રોજેક્ટની બાંધકામ કામગીરીના નિરીક્ષણ માટે જાત મુલાકાત કરી હતી. ગાંધીનગર રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ અંતર્ગત આ પ્રોજેક્ટ ૭૨૧ કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે. રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ અને પરિસરની ઉપર ૭૦ મીટર ઊંચાઈ સાથે ૩૦૦ રૂમ ધરાવતો આ પ્રોજેક્ટ ભારતમાં પ્રથમ છે.