કોઈ વ્યક્તિએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન બોટાદને ફોન કરી જણાવેલ કે એક મહિલા બોટાદના નવનાળા પાસે આત્મહત્યા કરવાના ઇરાદાથી આવી છે.
અમે બધાએ તેને રોકી રાખી છે તમે જલ્દી આવો ને મદદ કરો તેથી ૧૮૧ ટીમના કાઉન્સિલર જલ્પાબેન પરમાર મહિલા કોસ્ટેબલ નયનાબેન ડાભી તથા પાયલોટ નિલેશભાઈ ચુડાસમા ઘટના સ્થળે પહોંચી ગયા હતા કે મહિલાને મળી તેની પૂછપરછ કરી તો તેમનું સરનામું કે નામ કાંઈ પણ જણાવતા ન હતા તેથી ત્યાં આજુબાજુ વાળા લોકોને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે મહિલા એક કે દોઢ કલાકથી ત્યાં આવ્યા છે વારંવાર રેલવેના પાટા પાસે આંટા મારે છે જેવો ટ્રેન ને આવવાનો સમય થયો તે મહિલા રેલવે પાટા પર જઈને સૂઈ ગયા તેથી ત્યાંના આજુબાજુ વાળા લોકોએ તેમને પરાણે ત્યાંથી ઊભા કર્યા અને બાજુમાં લઈ આવ્યા અને ૧૮૧ ની મદદ માગી હતી ત્યારબાદ ૧૮૧ કાઉન્સિલ ફરીથી મહિલાની પૂછપરછ કરી તો તેમણે તેમનું નામ અને સરનામું જણાવ્યું હતું તો તે મહિલા ઓળખ તેમણે કરી હતી અને તે લોકોને પૂછતાં જાણવા મળ્યું કે તે વિધવા છે અને તેમને બે દીકરા છે ચાર વર્ષ પહેલા તેમના પતિ ગુજરી ગયા હતા. તે મહિલા ને માનસિક બીમારી થઈ ગઈ હતી અત્યારે તેમના દિયર ના મકાનમાં રહે છે તેમના દીકરા કામે ગયા હતા તેથી તેમને ફોન કરી બોલાવ્યા હતા અને તે લોકો આવ્યા બાદ બધી વાતચીત કરી હતી મહિલાની માનસિક બીમારી દવા ચાલુ છે તો પણ ઘણી વાર કોઇ ને કીધા વગર ઘરેથી નીકળી જાય છે જેથી ૧૮૧ ટિમ તેમના પરિવારના સભ્યોને તેમનું ધ્યાન રાખવા સમજાવ્યા હતા અને મહિલાને પણ આવું પગલું ફરીથી ન ભરવા સમજાવવા અને ટાઈમ સર દવા લેવા જણાવ્યું હતું.