ભાવનગર શહેરની સેવાભાવી સંસ્થા શિશુવિહાર આયોજીત સુધાબેન કનુભાઇ શાહના સૌજન્યથી શહેરના ભરતનગર અભિષેક સોસાયટી સરદાર યુવા મંડળના કાર્યાલય ખાતે તા.૨૮ના રોજ સરદાર યુવા મંડળ ભાવનગરના સહયોગથી આંખની તપાસ કરીને બેતાળા ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો જેમાં નંબર કાઢીને ૫૮ ભાઇઓ બહેનોને ચશ્માનું વિતરણ કર્યું. જેમાં સરદાર યુવા મંડળની ટીમ તથા શિશુવિહાર સંસ્થાના મીનાબેન મકવાણા, હિરેનભાઇ જીંજલ, રાજુ મકવાણા ઉપસ્થિત રહેલ. કેમ્પનું દિપ પ્રાગટ્ય હિતેશભાઇ ગોહેલના હસ્તે કરેલ.