એલિસ પેરીએ રચ્યો ઈતિહાસ…૧૦૦૦ રન બનાવ્યા, ૧૦૦ વિકેટ લેનાર પ્રથમ ક્રિકેટર બની

507

ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરી ટી૨૦  આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦૦ રન બનાવવા અને ૧૦૦ વિકેટ ઝડપનારી વિશ્વની પ્રથમ ક્રિકેટર બની ગઈ છે. પેરી (અણનમ ૪૭) અને કેપ્ટન મેગ લેનિંગ (૪૩*) વચ્ચે અણનમ ભાગીદારીથી ઓસ્ટ્રેલિયાએ રવિવારે અહીં મલિહા એશિઝ ટૂરની બીજી ટી૨૦ મેચમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું.

પેરીએ પાછલા વર્ષે નવેમ્બરમાં વિશ્વ ટી૨૦ ફાઇનલમાં ઈંગ્લેન્ડની નેટ સ્કિવરને આઉટ કરીને ૧૦૦મી વિકેટ હાસિલ કરી હતી જ્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રવિવારે અણનમ ૪૭ રનની ઈનિંગ દરમિયાન તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ ફોર્મેટમાં ૧૦૦૦ રન પૂરા કરવામાં સફળ રહી હતી. પેરીએ કહ્યું, ’મને લાગે છે કે આ શાનદાર છે પરંતુ મને તેની જાણકારી નહતી. મને લાગે છે કે ટી૨૦ ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર અમે સંભવતઃ પુરૂષોની બરાબર મેચ રમીએ છીએ તેથી હું પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી (૧૪૧૬ રન અને ૯૮ વિકેટ) આ સિદ્ધિ હાસિલ કરવાની ઘણો નજીક હતો જ્યારે બાંગ્લાદેશનો શાકિબ અલ હસન (૧૪૭૧ રન અને ૮૮ વિકેટ)ની પાસે પેરીના રેકોર્ડની બરોબરી કરવાની તક હશે. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ત્રણ મેચોની ટી૨૦ સિરીઝ ૨-૦થી પોતાના નામે કરી લીધી છે. ત્રીજી અને અંતિમ મેચ બુધવારે બ્રિસ્ટલમાં રમાશે.

Previous articleખુબસુરત ડેઝી શાહ ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરવા તૈયાર છે
Next articleકોટરેલે સેના પ્રત્યે ધોનીના સમર્પણની કરી પ્રશંસા, સાચો દેશભક્ત ગણાવ્યો