ત્રીજા વિકલ્પના બોર્ડ પાછળનું ભેજું કોણ ? રાજકીય અટકળો તેજ

755
gandhi1792017-4.jpg

ત્રીજા વિકલ્પના શહેરમાં ઠેર ઠેર લાગેલા બોર્ડ બાદ તેની પાછળ કોણ છે તેની અટકળોએ રાજકીય ચૂંટણી બજારમાં ઉત્તેજના જગાવી છે. 
જુદા જુદા વિકલ્પો પરથી ત્રીજા મોરચાની શકયતા તપાસવા માટે કે પછી કોઈ પક્ષ દ્વારા જ આડકરતી રીતે જનાદેશની દિશા નકકી કરવા માટે આ કરાયું છે તે હજી ખુલવા પામ્યુ નથી. પરંતુ જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા જશે તેમ તેમ તમામ ખુલાસા થવા લાગશે કે તેની પાછળ કોણ જવાબદાર છે ? કે પછી કોઈ પક્ષની બી ટીમ દ્વારા ચૂંટણી જીતાડવાના અખતરા કરાઈ રહ્યા છે. 
વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષો પણ દાવેદારી કરશે. હાલમાં ઘણાં વિસ્તારોમાં જનવિકલ્પના ર્હોડિંગ્સ જોવા મળી રહ્યા છે. અને આ મૂહિમ પાછળ આખરે કોનો દોરી સંચાર છે. આખરે આ જનવિકલ્પ મુહિમ પાછળનું શું છે રાજકીય ગણિત શું છે. આખરે આ મુહિમની પાછળ દોરીસંચાર કરનારનો શું છે સંકલ્પ છે. આ મુહિમથી ગુજરાતની રાજનીતિમાં શું થશે ફેરફાર જનવિકલ્પની મૂહિમ પાછળ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસમાંથી છેડો ફાડનાર શંકરસિંહ વાઘેલાનો દોરીસંચાર હોઈ શકે છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે નવરાત્રિની શરૂઆતથી વાઘેલા અંબાજીથી રાજ્યમાં શક્તિધોમોની યાત્રા કરશે.
આ યાત્રા દરમિયાન રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત ત્રીજો વિકલ્પ પણ હોવાની જાહેરાત કરશેવાઘેલા પોતાના સમર્થકોને ૭૦થી વધુ બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતારશે. સાથો સાથે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેંદ્રસિંહ વાઘેલા પણ ભાજપમાં ઉમેદવારી કરે તેવી પૂર્ણ શક્યતા છે. 

Previous article૨૫ સપ્ટેમ્બરે શંકરસિંહ વાઘેલા રણનીતિ અંગેની જાહેરાત કરશે
Next articleએલ.ડી.આર.પી કોલેજખાતે વિશ્વ ઓઝોન દિનની ઉજવણી કરાઇ