ભાવનગર મહાપાલિકાના જનરલ બોર્ડ બેઠક મેયર મનભા મોરીના અધ્યક્ષપદે મળેલ બેઠકમાં ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, કમિ.ગાંધી, નાય.કમિ.ગોવાણી વિગેરે હાજર રહેલ મળેલ બોર્ડ બેઠકમાં વહિવટી તંત્રની કામગીરીના ૨૬ જેટલા તુમારો ચર્ચાને અંતે સર્વાનુમતે પાસ કરી દેવાયા હતા.
મળેલી બોર્ડ બેઠકમાં પ્રશ્નોત્તરી કામ દરમ્યાન કોંગીના રહીમ કુરેશીએ ટીપી સ્કીમ અને તેના કાનૂની મુદ્દાઓ એક પછી એક રજૂ કરીને તંત્રને ભીડવવા જોરદાર રજુઆતો કરી હતી. જેમાં ટીપીનો અમલ ક્યારથી થયો રાજાશાહી વખતે ટીપી સ્કીમ અંગેની જે વાતો હતી તે પણ રજૂ કરી સલન્ડર થયેલ જમીનો ૫૦૦ – ૧૦૦૦ વારનો પ્લોટો કેટલા ઓન લાઇન પ્લાન પાસ સરકારશ્રીના અધિકાર તંત્ર લઇ શકે ખરા ? કરોડોની વાત છે તંત્રે સાચા જવાબો દેવા જોવે ખોટા જવાબો સામે હું પૂરાવા રજુ કરીશ.
રહિમ કુરેશીએ ઉઠાવેલા ટીપી સ્કીમના મુદ્દે ખુદ કમિશ્નરે પણ ફાઇલ કાગળો અને કાનૂની બાબત વિગતો માટે કાનૂની બાબત વિગતો માટે કાનૂની બાબતનો જોઇ તપાસ હતી. ખૂદ કમિશ્નર પણ કુરેશીની કેટલીક રજૂઆત મુદ્દ સહમત હોવાની બાબતનો ઉલ્લેખ કરી રેકર્ડ પરની બાબતો જણાવી હતી. આ વિભાગના અધિ.ગોધવાણી અને વઢવાણીયા એ પણ ફાઇલો જોઇને જવાબો કર્યા હતો. મળેલ બોર્ડ બેઠકમાં કુરેશીના એક જ પ્રશ્નમાં પ્રશ્નોત્તરીનો એક કલાક પૂરો થયો હતો.
મેયર ટીપી સ્કીમ મુદ્દે વિપક્ષની બાબતની ચર્ચા ઠીક ઠીક સમય સુધી થવા દિધી હતી. રહીમ કુરેશીએ આ મુદ્દે લીગલ કાયદાકિય પ્રમાણેજ થવાનો આગ્રહ રાખ્યો હતો. મળેલી બોર્ડ બેઠકમાં નેતા જયદિપસિંહ ગોહિલે ચર્ચામાં ભાગ લેતા એમ કહ્યું હતું કે અમે ભાવનગરના હિતની જ વાત કરી રહ્યા છીએ. પારૂલ ત્રિવેદી પરશુરામ સર્કલ માટે નામ કરણ કરવાની ત્રણ વર્ષ જુની માંગણીની વાત કરેલ તો ઇકબાલ આરબે પણ કેટલાક સવાલો રજુ કર્યા હતા. હિંમત મેણીયાએ કુંભારવાડાની ડ્રેનેજ લાઇન અને સ્ટોમ વોટર લાઇનના મુદ્દે રજુઆત કરી હતી. બોર્ડ બેઠકમાં એજન્ડા પરના તમામ તુમારો સર્વાનુમતે પાસ થયા હતા.
વિપક્ષની સંમતિ પછી જ ટીપી સ્કીમ સરકારમાં મંજૂર થવા મોકલી છે : મેયર મનભા મોરી
ભાવનગર મહાપાલિકા દ્વારા નવી ટીપી સ્કીમો સેવાસદને મંજુર કરી આવી ટીપી સ્કીમોને સરકારની મંજુરી લેવા કમિશ્નરે સરકારને મોકલેલ આ મુદ્દે આજે બોર્ડમાં ચર્ચા ઉભી થતા મેયરે કહ્યું કે આ ટીપી સ્કીમના મુદ્દે વિરોધ પક્ષે સહમતી દિધા પછી જ સરકારને મોકલી છે. અને જયદિપસિંહે પોતાની રજુઆત ટૂંકાવી નાખી.