શહેરના થલતેજના ભાઇકાકા વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગને કાબુમાં લેવા માટે ૧૬ થી વધુ ફાયર બ્રિગેડની ટીમ અને ૩ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોળી આવી હતી.
ફાયર વિભાગે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને બહાર સુરક્ષીત બહાર કાઢ્યાં હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લગી હોવાનું પ્રાથમિત તબક્કે જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની ૧૬થી વધુ ગાડીઓએ આગને કાબૂમાં લઇ દીધી છે.
આગના કારણે હોસ્પિટલમાં અફરાતફરીનો મોહાલ સર્જાયો હતો. પરંતુ આગને સમય રહેતાં કાબૂમાં લઇ લેવામાં આવી છે.