રાણપુરમાં એક રાતમાં ચાર ઈંચ વરસાદ

768

ભયંકર બફારો અને ઉકળાટ બાદ કાળા ભંમર વાદળો થતા અને ડીંગો બતાવીને ચાલ્યા જતા હતા.ત્યારે આજરોજ

સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર માં બારે મેઘ ખાંગા થયા છે મેઘરાજા મનમુકી ને વરસ્યા છે. બોટાદ જીલ્લાના રાણપુરમાં પણ એક જ રાતમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.અને રોડ ઉપર વરસાદી પાણી ફળીવળ્યા હતા જેના કારણે વાહન ચાલકો ને અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો પડ્યો હતો.ભારે વરસાદ ને લીધે રાણપુરના અસર સોસાયટી, મદનીનગર, ખ્વાજાપાર્ક, અશરફી પાર્ક, કુષ્ણનગર,ગાયત્રી સોસાયટી અને ધારપીપળા રોડ ઉપર આવેલા નવા બસ સ્ટેશન સહીતના અનેક નિચાણવાળા વિસ્તારોમાં કેડ સમાણા પાણી ભરાય જતા પુર જેવી પરીસ્થિતી સર્જાઈ હતી.આ વિસ્તારોમાં વરસાદી પાણી નો કોઈ નિકાલ ન હોય જેના લીધે પણ આ પરીસ્થિતી ઉભી થઈ હોઈ તેવુ લાગી રહ્યુ હતુ.જ્યારે મદનીનગર અને અશર સોસાયટીમાં તો ઘરમાં પાણી ઘુસી ગયા હતા.   રાણપુરના ધારપીપળા અને કેરીયા ગામે પણ ધોધમાર વરસાદ ખાબકતા તળાવો ઓવરફ્લો થતા આ પાણી રાણપુર શહેરમાં ઘુસ્યા હતા.અને કેરીયા ગામે પાળો તોડવામાં આવ્યો છે.જેના લીધે પાણી નું પ્રમાણ રાણપુરમાં વધતા પરિસ્થિતી ગંભીર બની છે.અને સ્થાનિક રહીશો પોતાના કામધંધા ઉપર કે નોકરી ઉપર પણ જઈ શકયા ન હતા.ત્યાના રહીશો સરકારી તંત્ર સામે રોષે ભરાયા છે.રાણપુર સરપંચ ને ફોન કરવા છતા સરપંચ આ વિસ્તારમાં આવ્યા નથી તેવુ સ્થાનિક રહીશો દ્વારા કહેવામાં આવ્યુ હતુ. તાત્કાલિક પાણી નો નિકાલ કરવામાં આવે તેવુ કહી રહ્યા છે.રાણપુર તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર સહીત ના અધિકારીઓ આ વરસાદી પાણી ના નિકાલ માટે પ્રયત્નો કરી રહ્યા છે.જો હજુ વધુ વરસાદ પડે તો ગંભીર સ્થિતી સર્જાઈ શકે છે.જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રાણપુરની ભાદર નદી અને ગોમા નદીમાં પાણી આવતા લોકોમાં આનંદ છવાય ગયો હતો..જ્યારે રાણપુરના નાગનેશ ગામે ભાદર નદી માં પાણી આવતા ગામલોકો નાગનેશ બહાર જવા માટે નદી માં ઉતરી ન શકતા નાગનેશ ગામના લોકો ને પણ મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે.

તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છેઃ  મામલતદાર

આ બાબતે રાણપુરના મામલતદારે જણાવ્યુ હતુ કે રાણપુરમાં અને આજુબાજુ ના ઉપરના  ગામો કેરીયા,ધારપીપળા જેવા ગામોમાં વરસાદ પડ્યો છે જેના કારણે રાણપુરની મદનીનગર,અસર સોસાયટી,ખ્વાજા પાર્ક જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જેના લીકે ત્યાના રહીશો ને તકલીફ પડી રહી છે.હુ,ટી.ડી.ઓ, સરપંચ, તલાટી તથા અમારા સ્ટાફ દ્વારા ટેક્ટર માં બેસી ને અમે વિજીટ કરી હતી અને તંત્ર દ્વારા આ પાણી ના નિકાલ માટે તાબડતોબ જી.સી.બી.મશીન કામે લગાડવામાં આવ્યુ છે અને વરસાદી પાણી નો જડપથી નિકાલ થાય તે માટે અમારા સરકારી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

Previous articleપ્રકૃતિનું પ્રસન્ન સ્વરૂપ…
Next articleબરવાળાની વાઢેળા પ્રા. શાળાના કોમ્પ્યુટર આગમાં બળીને ખાખ