જુદી જુદી અનેક તપાસ સંસ્થાઓને આવરી લઇને છેલ્લા ૩૦ કલાકથી ચાલી રહેલી વ્યાપક શોધખોળ બાદ આખરે આજે સવારે લાપતા થયેલા કાફે કોફી ડે (સીસીડી)ના માલિક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળતાની સાથે જ સિદ્ધાર્થને લઇને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો હતો. સિદ્ધાર્થનો મતૃતેહ હોયગે બજારની નજીક મુલિહિતલુ દ્વિપની પાસે મળી આવ્યો હતો. તેમનો મૃતદેહ બેંગ્લોરથી ૩૫૦ કિલોમીટરના અંતરે સ્થિત મેંગ્લોરના પરા વિસ્તારમાં સ્થિત નેત્રાવતી નદીમાંથી મળી આવ્યો હતો. એમ માનવામાં આવે છે કે, તેઓ નેત્રાવતી નદીમાં પુલ પરથી નદીમાં કુદી ગયા હતા અને કુદીને આત્મહત્યા કરી હતી. સિદ્ધાર્થ લાપતા થયા બાદ શોધખોળ ચાલી રહી હતી. સૌથી પહેલા તેમના ડ્રાઇવર દ્વારા સિદ્ધાર્થ લાપતા હોવાની માહિતી આપી હતી. ૬૦ વર્ષીય સિદ્ધાર્થના કાર ચાલક બસવરાજ પાટિલે કહ્યુ હતુ કે મેંગલોરમાં એક પોલીસ સ્ટેશનમાં મામલો દાખલ કરવામાં આવ્યો હતો. સાથે સાથે કહ્યુ હતુ કે તેમના માલિક પુલતી લાપતા છે. જ્યાં તેઓ કારમાંથી ઉતરી ગયા હતા અને થોડાક સમય માટે ચાલવા માંગતા હતા. ડ્રાઇવરના કહેવા મુજબ સિદ્ધાર્થે નેત્રાવતી નદીના પુલ પર ગાડી રોકાવી હતી. સિદ્ધાર્થે એ વખતે કહ્યુ હતુ કે તેઓ થોડાક સમય માટે ફરવા માંગે છે. ડ્રાઇવરે કહ્યુ હતુ કે સિદ્ધાર્થે તેમને પુલના અન્ય કિનારા પર તેમની રાહ જોવા માટે કહ્યુ હતુ . કલાક સુધી પણ પરત ન ફરતા ડ્રાઇવરે પરિવારને જાણ કરી હતી. પોલીસને શંકા હતી કે સિદ્ધાર્થ વહેતી નદીમાં કુદી ગયા હતા. સમગ્ર મામલામાં હવે ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. દેશની સૌથી મોટી કોફી ચેઇન કાફે કોફી ડેના સ્થાપક સિદ્ધાર્થ સોમવારના દિવસથી જ લાપતા થયેલા હતા. તેમની શોધખોળ મોટા પાયે ચાલી રહી હતી.
લાપતા થતા પહેલા સિદ્ધાર્થે તેમના પત્રમાં તેમની સામે રહેલી અનેક સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો. મેંગલોર શહેર પોલીસે માહિતી આપતા કહ્યુ હતું કે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે વેનલોક હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. સવારે ૬-૩૦ વાગે તેમનો મૃતદેહ હોયગે બજાર નજીક પાણીમાં તરતો મળ્યો હતો. સિદ્ધાર્થ કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એસએમ કૃષ્ણાના જમાઇ હતા. સિદ્ધાર્થ લાપત્તા થયા બાદ આ પત્ર હાથમાં આવ્યો હતો. આ પત્ર ૨૭મી જુલાઈના દિવસે લખવામાં આવ્યો હતો. આમા તેઓએ બોર્ડ ઓફ ડિરેક્ટર અને કોફી ડે પરિવારને કહ્યું છે કે, ૩૭ વર્ષના ગાળા બાદ પણ તે તમામ પ્રયાસો છતાં એક યોગ્ય નફો કરે તેવા બિઝનેસ મોડલને તૈયાર કરી શક્યા નથી. જે લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો છે તેમને નિરાશ કર્યા છે જેથી માફી ઇચ્છે છે. તેના લેવડદેવડ છ મહિનામાં ખુબ જ ઘટી ગયા હતા. ત્રણ દિવસ પહેલા લખવામાં આવેલા પત્રમાં સિદ્ધાર્થે પોતાની તકલીફોનો ઉલ્લેખ કર્યો હતો.
પત્રમાં કંપનીને થઇ રહેલા ભારે નુકસાનની પણ વાત કરવામાં આવી હતી. જંગી દેવાની પણ વાત કરવામાં આવી હતી. સાથે સાથે આવકવેરા વિભાગના એક પૂર્વ ડીજીના દબાણની પણ ચર્ચા હતી. સિદ્ધાર્થ તરફથી લખવામાં આવેલા પત્રની વિગત સપાટી પર આવ્યા બાદ ગઇકાલે જ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આખરે ખુલાસો કરવામાં આવ્યો હતો.ઇન્કમ ટેક્સ વિભાગે કહ્યું હતુ કે, તમામ યોગ્ય કાયદા હેઠળ સિદ્ધાર્થ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વિભાગના સુત્રોએ કહ્યું છે હતુ કે કૈફે કોફી ડેની સામે કાયદાકીય મુજબ કાર્યવાહી થઇ હતી.
જુદી જુદી સંસ્થાઓ દ્વારા લાંબી તપાસ થઈ હતી
સીસીડીના માલિક અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ લાપત્તા થયા બાદથી જુદી જુદી તપાસ સંસ્થાઓને લઇને તપાસ ચાલી રહી હતી. આશરે ૩૦ કલાક સુધી મલ્ટીપલ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ નેત્રાવતી નદીમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. સિદ્ધાર્થ વહેતી નદીમાં કુદી ગયા હતા. એટલે જ ડ્રાઇવરને સિદ્ધાર્થ મળ્યા ન હતા. સિદ્ધાર્થ ભાજપના વરિષ્ઠ નેતા અને યુપીએ-૨ સરકારમાં વિદેશમંત્રી રહી ચુકેલા એસએમ કૃષ્ણાના જમાઈ હતી. કૃષ્ણા ૧૯૯૯થી ૨૦૦૪ વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી પણ હતા. સિદ્ધાર્થે ૧૮મી માર્ચના દિવસે ૧૦ રૂપિયાના ફેસ વેલ્યુ ઉપર ૯૮૦ રૂપિયા પ્રતિ શેરના દરેથી શહેરમાં સોફ્ટવેર કંપની માઇન્ડટ્રી લિમિટેડમાં પોતાના કુલ ૨૦ ટકા શેર મુંબઈની કંપની લાર્સન એન્ડ ટુબ્રોને ૩૩૦૦ કરોડ રૂપિયામાં વેચી દીધા હતા. સિદ્ધાર્થ કંપની ઉપર વધી ગયેલા દેવાને ઉતારવા માટે ઇચ્છુક હતા પરંતુ તેમની તકલીફ સતત વધતી ગઈ હતી. તેમને શોધી કાઢવા બે ડેપ્યુટી કમિશનર, બે એસપી સહિત ૧૨૬ પોલીસ જવાનોની ટીમ લાગેલી હતી. સર્ચ ઓપરેશન જોરદારરીતે કરાયું હતું.
સિદ્ધાર્થ બાદ રંગનાથ કોફી ડેના હાલમાં ચેરમેન રહેશે
કાફે કોફી ડેના સ્થાપક અને ચેરમેન વીજી સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યા બાદ કોફી ડે એન્ટરપ્રાઇઝ દ્વારા એસવી રંગનાથને વચગાળાના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ૮મી ઓગસ્ટના દિવસે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજવામાં આવશે જેમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરીને ભાવિ નિર્ણય લેવામાં આવશે. વીજી સિદ્ધાર્થના મોતના મામલામાં કોર્પોરેટ જગતની જોરદાર પ્રતિક્રિયાઓ આવી રહી છે. સિદ્ધાર્થ લાપત્તા થયા બાદથી જ કંપનીના શેરમાં રેકોર્ડ કડાકો થઇ રહ્યો હતો. કંપનીના શેર બીએસઈમાં આશરે ૨૦ ટકા સુધી ઘટી ગયા હતા. કંપનીના શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.
એનએસઈમાં પણ કંપનીના શેર ૨૦ ટકા ઘટીને એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા હતા અને કિંમત ૧૨૨.૭૫ રૂપિયા સુધી થઇ ગઇ હતી. પ્રતિક્રિયામાં જુદા જુદા લોકો દ્વારા અભિપ્રાય આપવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ આને લઇને પોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. જુદી જુદી અનેક તપાસ સંસ્થાઓને આવરી લઇને છેલ્લા ૩૦ કલાકથી ચાલી રહેલી વ્યાપક શોધખોળ બાદ આખરે આજે સવારે લાપતા થયેલા કાફે કોફી ડે (સીસીડી)ના માલિક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળતાની સાથે જ સિદ્ધાર્થને લઇને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો હતો. સિદ્ધાર્થનો મતૃતેહ હોયગે બજારની નજીક મુલિહિતલુ દ્વિપની પાસે મળી આવ્યો હતો. તેમનો મૃતદેહ બેંગ્લોરથી ૩૫૦ કિલોમીટરના અંતરે સ્થિત મેંગ્લોરના પરા વિસ્તારમાં સ્થિત નેત્રાવતી નદીમાંથી મળી આવ્યો હતો. એમ માનવામાં આવે છે કે, તેઓ નેત્રાવતી નદીમાં પુલ પરથી નદીમાં કુદી ગયા હતા