બરવાળાના ટીંબલા ગામ પાસે લીંબડી-વલ્લભીપુર બ્રાંચ કેનાલમાં ભૂવો પડયો

697

બરવાળા તાલુકાના ટીંબલા-બેલા ગામ પાસે આવેલી મહીપરીએજની લીંબડી-વલ્લભીપુર બ્રાંચ કેનાલમાં મસમોટો ભૂવો પડતા કેનાલની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે જયારે કેનાલમાં ગાબડા તેમજ ભૂવો  પડવાથી ખેડૂતોને પારાવાર નુકશાન વેઠવું પડી રહ્યું છે ત્યારે કેનાલમાં પડતા ભ્રષ્ટાચારના ગાબડા તેમજ ભુવા ક્યારે બંધ થશે ? તેવા અનેક સવાલો સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ટીંબલા-બેલા ગામ પાસેથી પસાર થતી મહીપરીએજની લીંબડી-વલ્લભીપુર બ્રાંચ કેનાલ પસાર થાય છે જેમાં ગત રાત્રીના અરસામાં કેનાલનું આર.સી.સી.બાંધકામ તૂટી જતા ભૂવો પાડ્યો હતો જેમાં તંત્રની મિલી ભગતથી કોન્ટ્રાક્ટ દ્વારા કરવામાં આવેલ નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી.

આ અંગે બેલા-ટીંબલા ગામ ખાતેથી મળતી વિગત અનુસાર બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ટીંબલા-બેલા ગામ પાસેથી પસાર થતી મહીપરીએજની લીંબડી-વલ્લભીપુર બ્રાંચ કેનાલ પસાર થાય છે આ કેનાલનું બાંધકામ પાંચેક વર્ષ પહેલા કરવામાં આવ્યું છે આ કેનાલમાંથી ખેડૂતોને સિંચાઇ માટે ક્યારેક-ક્યારેક પાણી આપવામાં આવતું હતું જે કેનાલમાં બે દિવસથી પાણી છોડવામાં આવતા નર્મદાની કેનાલમાં ગત રાત્રે થોડા પાણીમાં જ આર.સી.સી.બાંધકામ ધોવાઈ જતા મસમોટો ભૂવો પડતા પાણીનો વેડફાટ થયો હતો જયારે આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું જેના કારણે ખેડૂતોમાં તંત્ર પ્રત્યે ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો અને કેનાલમાં ઠેર ઠેર પડતા ભુવા તેમજ ગાબડા માટે જવાબદાર કોણ ? તંત્રના અધિકારી કે પછી કોન્ટ્રાક્ટર ? જેવા અનેક સવાલો કેનાલમાં ગાબડા પડવાથી ઉઠવા પામ્યા છે.

અત્રે ઉલ્લેખનીય વિગત અનુસાર તાજેતરમાં નર્મદા કેનાલમાં ઠેર-ઠેર ગાબડા તેમજ ભુવા પડવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે બરવાળા પંથકમાં બેલા-ટીંબલા ગામ પાસે લીંબડી-વલ્લભીપુર બ્રાંચ કેનાલમાં વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો પડતા કેનાલ વિભાગના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટરોની કામગીરી સામે આંખ આડા કાન કરીને કામ ચલાવી લેવાની મનસૂબીના કારણે ઠેર-ઠેર કેનાલમાં ગાબડા તેમજ ભુવા પડતા હોવાના લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે કેનાલમાં ભુવા તેમજ ગાબડા પડવાનું ક્યારે બંધ થશે તે જોવા લોકો મીટ માંડીને બેઠા છે.

Previous articleરાજુલાના દરિયાકાંઠામાં આવેલ ગામોના જી્‌ બસની સુવિધા નહિં હોવાથી ભારે હાલાકી
Next articleસિહોર પીપલ્સ કો.ઓ. ક્રેડીટ સોસા.ની સાધારણ સભા યોજાઇ