ભારત અર્થવ્યવસ્થાની બાબતે પાંચમા સ્થાનેથી ખસી સાતમા સ્થાને પહોંચ્યુ

420

વર્લ્ડ બેન્કના રિપોર્ટ પ્રમાણે અર્થવ્યવસ્થાની બાબતે પાંચમા સ્થાનેથી ખસીને સાતમાં સ્થાને પહોંચી ગયું હતું. ૨૦૧૮માં ફ્રાન્સની ઇકોનોમી ૨.૭૮ ટ્રિલીયન ડોલર હતી જ્યારે યુકેની ૨.૮૨ ટ્રિલીયન ડોલર રહી છે. તેની સામે ભારતની અર્થવ્યવસ્થા ૨.૭૩ ટ્રિલીયન ડોલર(લગભગ ૧૮ હજાર ૬૫૦ અબજ રૂપિયા) રહી હતી. ૨૦૧૮માં ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાના સ્થાને હતું.આ પહેલાના ડેટામાં ભારત ૨૦૧૭માં છઠ્ઠા ક્રમાંકની અર્થવ્યવસ્થા હતી અને ત્યારે ફ્રાન્સને સાતમું સ્થાન મળ્યું હતું. જોકે લેટેસ્ટ ડેટામાં ભારત યુકેને પછાડીને પાંચમા સ્થાને પહોંચ્યું હતું. ૨૦૧૭માં ભારતની આર્થિક તાકાત ૨.૬૫ ટ્રીલિયન ડોલરની હતી જેના પછી યુકે ૨.૩ ટ્રીલિયન ડોલર અને ફ્રાન્સ ૨.૫૯ ટ્રીલિયન ડોલર સાથે નીચે હતું. જોકે સ્ટેટસ થોડા સમય માટે રહ્યું અને લેટેસ્ટ ડેટામાં ભારતનું સ્થાન સાતમા ક્રમાંકે પહોંચી ગયું છે.આ આંકડા પ્રમાણે ભારતની અર્થવ્યવસ્થા ડોલર ટર્મની દ્રષ્ટિએ ૨૦૧૮માં ૩.૦૧ ટકાના દરે વધી હતી.

૨૦૧૭માં આ વૃદ્ધિ દર ૧૫.૭૨ ટકાનો હતો. બીજી તરફ યુકેની અર્થવ્યવસ્થા ૬.૮૧ ટકાના દરે વધી અને ફ્રાન્સની ઇકોનોમી ૪.૮૫ ટકાથી વધીને ૭.૩૩ ટકાની વૃદ્ધિ મેળવી.

Previous articleઉમર અબ્દુલ્લા-ફારુખ અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Next articleસબસિડી વગરના રાંધણ ગેસ સિલીન્ડરમાં ૬૨.૫૦ રૂ.નો ઘટાડો