ભાવનગરના મહુવાનગરમાં આવેલા કૈલાસ ગુરૂકુળ ખાતે આગામી તા. ૩-૮-૧૯ થી ૭-૮-૧૯ (શનિવારથી બુધવાર) એમ લગાતાર પાંચ દિવસ માટે તુલસી જન્મોત્સવ ઉજવવામાં આવશે. દર વર્ષની જેમ સતત અગીયારમાં વર્ષે તુલસી જન્મતિથિને વિશિષ્ટ રીતે ઉજવવામાં આવનાર છે. વિશેષ રૂપે તુલસી સાહિત્ય વિચાર પર વ્યાખ્યાનો યોજાશે. ઉત્તર ભારતથી ખાસ આમંત્રિત કરાયેલા તુલસી માનસ કથા પ્રવકતા – પ્રવચનકારો વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજુ કરશે.
સાથો સાથ પ્રતિવર્ષની જેમ તા. ૭ને બુધવારે સંત તુલસી દાસજીના જન્મદિને વાલ્મીકી, વ્યાસ અને તુલસી એવોર્ડ અર્પણ સમારોહ યોજાશે. આ દિવ્સે પૂ. મોરારિબાપુ પૂ. જગતગુરૂ રામાનુજાચાર્ય સ્વામી વાસુદેવાચાર્યજી મહારાજ, વિદ્યા ભાસ્કર સ્વામજી (અયોધ્યા)ને આ વૃષનો વાલ્મીકી એવોર્ડ, પુ.સ્વામી. ગોવિંદગિરીજી મહારાજ (હિરદ્વાર-પુના)ને વ્યાસઅ ેવોર્ડ, પૂ. મહામંડલેશ્વરમાં કતકેશ્વરી દેવજી (મોરબી- ગુજરાત)ને તુલસી એવોર્ડ, પુ.સ્વામી મૈથિલી શરણજી (હષીકેશ, ચિત્રકુટ)ને તુલસી એવોર્ડ તેમજ પંડિત શિવાકાન્તજી મિશ્ર સરસ (વારાણસી)ને પણ તુલસી એવોર્ડ અર્પણ કરીને વંદના કરવામાં આવશે. આ એવોર્ડમાં દરેક વિદ્વાનને વંદનાપત્ર, સુત્રમાળા, શાલ તેમજ રૂા. સવા લાખની રાશિ સાથે સન્માનિત કરાશે. વિશ્વના ૧૭૦ દેશોમાં ટીવીના માધ્યમથી આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકાશે. પૂ. મોરારિબાપુની સન્નિધિમાં યોજાનાર પાંચ દિવસની આ ઉજવણી તા. ૩ને શનિવારે સાંજે ૪ વાગ્યાની સંગોષ્ઠીથી પર્રંભ થશે. તેમજ દરરોજ સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ અને સાંજના ૪ થી ૭ કલાક દરમિયાન તુલસી સાહિત્ય પર સંગોષ્ઠિઓ યોજાશે. તા. ૬ના રોજ પુરસ્કૃત વિદ્વાનો દ્વારા વ્ય્ખ્યાનો થશે. તા. ૭ના એવોર્ડ અર્પણ સમારોહ ચિત્રકુટધામ- તલગાજરડા ખાતે યોજાશે. તેમ કાર્યક્રમના સંકલનમાં રહેલા હરિચંદ્ર જોશીએ જણાવ્યું છે.