ભગવાન શિવજીની આરાધના કરવાના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા શહેર-જિલ્લાના શિવમંદિરોમાં ભાવિકોની ભીડ શરૂ થયેલ છે. શહેરના ભીડભંજન, તખ્તેશ્વર, નારેશ્વર, મહાકલેશ્વર, બિલેશ્વર સહિત શિવમંદિરોમાં પુજન-અર્ચન તથા દર્શન કરવા માટે સવારથી જ ભાવિક ભકતોનો પ્રવાહ શરૂ રહ્યો હતો.