બેચરાજીમાં પ્રથમ વરસાદથી રસ્તાઓમાં ખાડા  વાહનચાલકો માટે જોખમીઃ રાહદારીઓને મુશ્કેલી

457

મહેસાણા જીલ્લાના બેચરાજીમાં રસ્તાઓની હાલત બિસ્માર થઇ છે પ્રથમ વરસાદમાં જ બેચરાજીના મંદીર નજીકના રસ્તાઓમાં ખાડા પડી જવાની વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

મહેસાણા જીલ્લાના યાત્રાધામ ખાતે વર્ષે દહાડે હજારો દર્શનાર્થીઓ આવતા હોય છે. ત્યારે બેચરાજીના મુખ્ય માર્ગો પર ખાડા પડી જવાની અકસ્માતનો ભય વાહનચાલકોમાં ફેલાયો છે. બહુચરાજી થી હારીજ તરફ જતા હાઇવે ઉપર સામાન્ય વરસાદમાં ઠેર ઠેર મોટા ગાબડાં પડી ગયા છે.

તેમજ બહુચરાજી થી વિરમગામ હાઇવે પર સામાન્ય વરસાદમાં મોટા મોટા ખાડાઓ પડી જતાં વાહનો ચાલકો માટે જોખમી બન્યા છે.   બેચરાજીમાં સામાન્ય વરસાદથી પડેલા મોટા ખાડાઓ વાહનો ચાલકો માટે જોખમી બન્યા છે.

તેમજ રાત્રિ દરમિયાન આ હાઇવે ઉપર પડેલા ખાડાઓ મોટો અકસ્માત થવાનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે. સામાન્ય વરસાદમાં પડેલા ખાડાઓ અત્યારે પણ આ સ્થતિમાં જોવા મળી રહ્યા છે.

Previous articleલગ્ન વગર માતા બનેલી યુવતીની ૧૪ માસની દીકરીનું શંકાસ્પદ મોત
Next articleકાર-બોલેરો ટકરાતા શિક્ષિકાનું મોત, ૫ શિક્ષકો સહિત ૮ ઘાયલ