છેલ્લા બે મહીનાથી રાણપુર મામલતદાર કચેરીથી શરૂ કરાયેલ રોડનું કામ ત્યા ને ત્યાજ

603

બોટાદ જીલ્લાના રાણપુરમાં લગભગ બે મહીના પહેલા તા-૯.૬.૨૦૧૯ ના રોજ મામલતદાર કચેરીથી રાણપુર પોલીસ સ્ટેશન સુધી રોડ બનાવવા માટે કામ શરૂ કરવામાં આવ્યુ હતુ.જે કામ ધંધુકા મતવિસ્તારના ધારાસભ્ય એ ઉદ્દઘાટન કરેલ તે રોડ આજના દિવસે પણ તેમનો તેમ જ છે.આર.સી.રોડ નીયમ મુજબ ઊંડાઈ સુધી ખોદકામ કરી બનાવાય તેમ લાગતુ નથી કારણ કે ૧ ફુટના ખોદકામ બાદ મોટા કપચા અને તાસડો નાખીને કામ લગભગ ૩૦૦ ફુટ જેટલુ થઈ લગભગ બે મહીના થવા આવશે.અને આ કામ.અટકી પડ્યુ છે.મામલતદાર કચેરીએ તામામ કામ માટે આવતા રાણપુર તથા રાણપુર તાલુકાના ૩૪ ગામોના લોકો દસ્તાવેજ કરાવવા આવતા લોકો,આધાર કાર્ડ કઢાવવા આવતા તથા સુધારા વધારા કરાવવા આવતા લોકો તથા સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.આ રસ્તેથી ખુદ મામલતદાર અને એક્ઝીકયુટીવ મેજીસ્ટ્રેટને જવા આવવાની તકલીફ પડતી હોઈ અને તો પણ બબ્બે મહીનાથી કામ થતુ ન હોઈ તો રાણપુરના અન્ય વિસ્તારોની તો કેવી દુર્દશા હશે.રાણપુરના અમુક એરીયામાં તો આઝાદી પછી પણ રોડ બન્યા નથી અને રાણપુરના મીનારા મસ્જીદવાળો રોડ આઝાદીના ૭૧ વર્ષ પહેલા બનેલા રોડ હજી અડીખમ છે.જ્યારે પ મહીના પહેલા બનાવેલા રોડ તુટી ગયા છે.

Previous articleલાઠી નગરપાલિકા વિસ્તારમાં ગંદકીના ગંજ પેવીંગ બ્લોકના કામોમાં ગાબડા
Next articleમહિલા સશક્તિકરણ પખવાડિયાના બીજા દિવસે ‘બેટી બચાવો બેટી પઢાવો’ જાગૃતી કાર્યક્રમ યોજાયો