સુરક્ષા વિભાગમાં ટ્રેનીંગ પુર્ણ કરી – વતન આવેલા દેશના ભાવી સંરક્ષકોનું ગ્રામજનો દ્વારા સ્વાગત

700
bvn2122018-3.jpg

સરતાનપરના ભીલ કવીતાબેન હસુભાઈ અને તેમનાભાઈ રાહુલભાઈ હસુભાઈ બન્ને ભાઈ બહેન થાય છે. એક જ પરિવારના કવિતાબેન હસુભાઈ અમદાવાદ ખાતે પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનીંગ પુર્ણ કરીને આવ્યા અને રાહુલભાઈ ઓરીસા ખાતે ઈન્ડીયન નેવીમાં ટ્રેનીંગ પુરી કરીને સરતાનપર ગામે આવતા ગામ લોકો અને આગેવાનો દ્વારા સામૈયા કરવામાં આવેલ  અને દરેક વિસ્તાર વાજતે-ગાજતે ફેરવવામાં આવેલ દરેક શેરીયુના લોકોએ ફુલહારથી સન્માન કરેલ સાથે બગદાણા, જેસર, માતલપરના યુવાનો પણ ટ્રેનીંગ પુરી કરીને આવતા તેમને પણ સરતાનપર ગામે બોલાવી સન્માન કરવામાં આવ્યું. હતું. ગામના સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય ગૌત્તમભાઈ ચૌહાણ કુવેરભાઈ ચુડાસમા વિનુભાઈ વેગડ સહિતના આગેવાનો દ્વારા સન્માન કરી ભેટ આપવામાં આવેલ. સમાજનું અને તાલુકાનું ગૌરવ વધારવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવેલ રાત્રીના રાસ ગરબાનું આયોજન કરી સમસ્ત કોળી સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. 

Previous articleતળાજા ખાતે કોળી સમાજ દ્વારા ર૪મો સમુહ લગ્નોત્સવ યોજાયો
Next articleરેડક્રોસ સોસાયટીને રાજ્યપાલનાં હસ્તે પાંચ એવોર્ડ એનાયત થયા