ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા માનવતાલક્ષી અનેક આરોગ્ય સેવાઓ ભાવનગરમાં નમુનારૂપ કામગીરી કરી રહેલ છે. રાજ્ય રેડક્રોસના માર્ગદર્શન નીચે કુલ ૩૩ જેટલી આરોગ્યલક્ષી પ્રવૃત્તિ રેડક્રોસભવન, ખાતે ધમધમી રહી છે. ત્યારે તાજેતરમાં આગામી રેડક્રોસ ભાવનગર જિલ્લા શાખાને ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે ગાંધીનગર રાજભવન ખાતે પાંચ એવોર્ડ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતીનભાઈ પટેલ આરોગ્ય સચીવ પંકજકુમાર, આરોગ્ય કમીશ્નર જયંતી રવીની ઉપસ્થિતીમાં એનાયત કરવામાં આવ્યા જે એવોર્ડમાં ભાવનગરને સમગ્ર રાજ્યભરમાં થેલેસેમિયા પરીક્ષણ અને જનજાગૃતિમાં પ્રથમ ક્રમે તેમજ ચક્ષુદાન પ્રવૃત્તિ દ્વિતીય ક્રમ અને દેહદાન પ્રવૃત્તિમાં દ્વિતીય ક્રમ, ઈઅરમાર્ક ડોનેશન કલેકશન તથા સમગ્ર રાજ્યમાં ફર્સ્ટ એઈડ તાલીમમાં સૌથી વધુ તાલીમાર્થીઓને તાલીમ આપવા બદલ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને ભાવનગર રેડક્રોસે સમગ્ર રાજ્યમાં નમુનારૂપ કામગીરી કરી બતાવેલ છે. આ એવોર્ડ સ્વિકારવા માટે કલેકટર તથા પ્રમુખ ભાવનગર રેડક્રોસ હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન નીચે ઉપ પ્રમુખ પ્રતાપભાઈ શાહ, ચેરમેન ડો.મીલનભાઈ દવે, વા.ચેરમેન સુમિતભાઈ ઠક્કર, મંત્રી વર્ષાબેન લાલાણી, કારોબારી સદસ્ય, જગદીશભાઈ ત્રિવેદી રાજ્યગુરૂ બકુલભાઈ ચાર્તુવેદીએ એવોર્ડ સ્વીકાર્યા હતા.