બાબરાના નીલવડા રોડ ઉપર કીરાણાની ૩ દુકાનોમાં તસ્કરી

523

બાબરા ના નીલવડા રોડ ઉપર તસ્કરો દ્વારા મોડી રાતે ત્રણ દુકાનો ના શટર ઉચકાવી રોકડ રકમ સહિત ખાણી પીણી ના સરસામાન અને ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટુમેન્ટ ની ચોરી કરવા ના બનાવ થી આજુબાજુ ના સ્લમ વિસ્તાર માં ચોરી ના બનાવ થી ફફડાટ વ્યાપી જવા પામેલ છે જયારે પોલીસ વર્તુળ દ્વારા નાના વેપારી ની અરજી આધારિત નિવેદનો નોંધી પ્રાથમિક તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે  બાબરા નગરપાલિકા હદ વિસ્તાર માં આવતા વેપારી રામકુભાઈ ધાધલ તેમજ મધુભાઈ પલસાણા ની બે દુકાનો અને મેલડીમાતા મંદિર ના રસ્તા નજીક આવેલી રમેશભાઈ જાદવ સહિત ની ત્રણ દુકાનો માં ગઈ રાતે તસ્કરો ત્રાટકી અને શટર ને વચ્ચે થી ઉચકાવી તમામ માંથી રોકડ પરચુરણ તેમજ પાન મસાલા જંક ફૂડ અને  ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટુમેન્ટ,બેંક ડોક્યુમેન્ટ ના કાગળો સહિત ની ચોરી કરવા માં આવેલ હતી વેલી સવારે પસાર થતા રાહદારી લત્તાવાસી નું ધ્યાન ઉચકાયેલા શટર તરફ જતા દુકાનદારો ને ટેલીફોનીક જાણ કરવા માં આવતા દુકાનદારો દોડી આવી અને પોલીસ માં જાણ કરવા માં આવી હતી સ્થાનિક પોલીસે વેપારી ની અરજી આધારિત નિવેદન નોંધી સ્થળ તપાસ કરી તસ્કરો ના સગડ મેળવવા પ્રયાસ હાથ ધર્યા નું જાણવા મળી રહ્યું છે

Previous articleરાજ્ય સરકારના ૧૯ હજાર કર્મીને ૧૨ ટકા મોંઘવારી ભથ્થું
Next articleસુરતના ઓલપાડમા આભ ફાટ્યું : પ કલાકમાં ૧૪ ઈંચ