સીસીડીના માલિક સિદ્ધાર્થે ૬૫૮ કરોડની બેનામી આવકની કબૂલાત કરી હતી

453

આર્થિક ભીંસના કારણે નદીમાં ઝંપલાવીને આત્મ હત્યા કરનાર કેફે કોફી ડેના માલિક વી જી સિધ્ધાર્થને લઈને આવકવેરા વિભાગે સ્ફોટક ખુલાસો કર્યો છે.

આવકવેરા વિભાગનને ટાંકીને એક અખબારના અહેવાલમાં જણાવાયુ છે કે, આવકવેરા વિભાગને આપેલા એક નિવેદનમાં સિધ્ધાર્થે પોતાની ૬૫૮ કરોડની બેનામી આવકની કબૂલાત કરી હતી.જેમાં ૨૦૧૨-૧૩માં અલગ અલગ કંપનીઓના શેરની લે વેચથી થયેલી ૨૦૪ કરોડની આવકનો પણ સમાવેશ થાય છે.

૨૧ સપ્ટેમ્બર,૨૦૧૭ના રોજ આવકવેરા વિભાગે કરેલા સર્ચ ઓપરેશન બાદ સિધ્ધાર્થને આવકવેરા વિભાગે ૭૧ સવાલો પૂછ્યહા હતા અને તેનુ નિવેદન રેકોર્ડ કર્યુ હતુ.જેમાં સિધ્ધાર્થે કહ્યુ હતુ કે, મેં  જે પણ કહ્યું છે તે સાચુ છે અને આ વાત મેં કોઈ પણ દબાણમાં આવ્યા વગર કરી છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે સિધ્ધાર્થનો મૃતદેહ મેંગ્લુરુમાં નેત્રાવદી નદીના કિનારેથી મળી આવ્યો હતો.સિધ્ધાર્થે આત્મહત્યા કરતા પહેલા લખેલા પોતાના પત્રમાં કંપનીના સંચાલનમાં થઈ રહેલા નુકસાન અને દેવા અંગે વાત કરી હતી.ઉપરાંત આવકવેરા વિભાગ પર હેરાનગતિનો આક્ષેપ પણ મુક્યો હતો.

Previous articleશેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવા માટેના સંકેત : બધાની બાજ નજર
Next articleદરેક વ્યક્તિ કોઇને કોઇ અફવાઓથી ઘેરાયેલી હોય છેઃ મલાઇકા અરોરા