બરવાળાના મુંગલપુર મેલડીમાતાજીના મંદિર ખાતે જિલ્લા કક્ષાના ૭૦ માં વન મહોત્સવ, વિશ્વ સ્તનપાન સપ્તાહ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌરભ પટેલ,ડો.ભરત બોઘરા આશિષકુમાર, હર્ષદ મહેતા, ટી.ડી.વસવાડા, રાજ સંદિપ, પ્રતાપસંગભાઈ બારડ, વીરેન્દ્રભાઈ ખાચર, મનોહરભારતી બાપ, સુરેશભાઈ ગોધાણી, વનરાજસિંહ ડાભી, ભોલાભાઈ મોરી,નરેન્દ્રભાઈ દવે,કમલેશભાઈ રાઠોડ, બ્રિજરાજસિંહ ઝાલા, જામસંગભાઈ પરમાર, આરોગ્ય વિભાગની ટીમ, સહિતના સરકારી કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ, ચુંટાયેલા સભ્યો, રાજકિય હોદેદારો તેમજ આંગણવાડીની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના મુંગલપુર મેલડી માતાજીના મંદિર ખાતે તા.૦૪/૦૮/૨૦૧૯ ના રોજ સવારના ૧૦ કલાકે જીલ્લા કક્ષાનો ૭૦ મો વન મહોત્સવ,વિશ્વ સ્તનપાન સપ્તાહ, મહિલા નેતૃત્વ દિવસ તેમજ મહિલા સશક્તિકરણ પખવાડિયા કાર્યક્રમને ઉપસ્થિત આગેવાનોના વરદહસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ બાળાઓ દ્વારા સ્વાગત ગીત,પુષ્પગુચ્છ-છાલ-મોમેન્ટો આપી સ્વાગત વિધિ કરવામાં આવી હતી.જેમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા પ્રાસંગીક પ્રવચનો આપવામાં આવ્યા હતા જેમાં વિશ્વ સ્તનપાન તેમજ કાંગારૂ માતા સંભાળ વિશે,વૃક્ષોનો ઉછેર કરવો બધાની ફરજ છે,મહિલા સશક્તિકરણ તેમજ નારી શક્તિ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ લાગુ કરવામાં આવેલ છે,વન મહોત્સવ થકી લોકોમાં જાગૃતતા આવે, લોકોમાં શિક્ષણ જરુરી છે,દિકરા સામે દિકરીના જન્મની સંખ્યામાં ઘટાડો થયો છે જે ચિંતાનો વિષય છે જે અંગે જાગૃતિ લાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.