આ કોઈના ખેતરમાં જવાનો રસ્તો નથી અરે ભાઈ આ તો નેશનલ ફોરટ્રેક હાઈવે છે. રાજુલાથી નાગેશ્રી હેમાળ વિસ્તારમાં ધીમીધારે ત્રણ દિવસમાં માત્ર ૪ થી પ ઈંચ વરસાદે કોન્ટ્રાકટની પોલ ખોલી સરપંચોમાં રોષ ફેલાયો છે.
રાજુલાથી નાગેશ્રી હેમાળ વિસ્તારમા ધીમી ધારે ત્રણ દિવસમાં માત્ર પડેલ ૪ થી પ ઈંચ વરસાદ એકંદરે ખેડુતોને કાચુ સોનુ વરસ્યુ પણ નવા બની રહેલ નેશનલ ફોરટ્રેક હાઈવેના કોન્ટ્રાકટ એગ્રો એજન્સીની નબળા થયેલા કામોની પોલ ખુલી આ કોઈ ખેડુતોના ખેતરે જવાનો રસ્તો નથી પણ ખેડુતોને તેના ખેતરમાં જવુ ભારે થઈ પડ્યું હાઈવે બન્યો ગાડા માર્ગ અત્યારથી સરકારની તીજોરી ખાલી કરતા એગ્રો એજન્સીના કોન્ટ્રાકટનું એક પણ બીલ પાસ ન થવું જોઈઅ તેવી રજુઆત નાગેશ્રી સરપંચ પ્રભાતભાઈ વરૂ, મીઠાપુર સરપંચ શાંતિભાઈ વરૂ તથા હરેશભાઈ ભાલીયા, કાગવદર સરપંચ મીહપતભાઈ વરૂ અને કિસાન મોરચાના કનુભાઈ વરૂ સહિત આગેવાનોએ ગાંધીનગર પત્ર પાઠવી ધારદાર રજુઆત કરી છે કે આ રૂપિયા જનતાની પરસેવાની કમાણીના છે તિજોરી કોઈના બાપની જાગીર નથી તેવી હૈયાવરાળ ઠાલવી હતી.