ધંધુકા, ધોલેરાના ગામોમાં મહિલા આરોગ્ય તપાસણી

452

અમદાવાદ જીલ્લામાં મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી નાં ભાગ રૂપે ધંધુકા અને ધોલેરા તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ બાબુ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. શીલ્પા યાદવ અને ધંધુકા તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ પટેલ નાં માર્ગદર્શન હેઠળ ધંધુકા તાલુકાનાં પ્રા.આ.કે. વાગડ, આકરું, અંને શહેરી આરોગ્ય કેન્દ્ર ધંધુકા અને ધોલેરા તાલુકાનાં ધોલેરા, ભડિયાદ, અને પીપળી તમામ આરોગ્ય કેન્દ્રો પર આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવેલ, જેમાં મહિલા, બાળકો, સગર્ભા બહેનો, કિશોરીઓ વગેરેની આરોગ્ય તપાસ, ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, એનેમિયા તપાસ અને વિવિધ સારવાર આપવામાં આવી હતી.

Previous article૩૭૦ નાબુદ કરાતા દામનગરમાં આતશબાજી
Next articleમંદબુધ્ધીના બાળકોની સાથે રહીને જન્મદિન ઉજવતા ગઢડા ડે. મામલતદાર