ગઇકાલના ડેપ્યુટી મામલતદાર ગઢડા ખાતે ફરજ બજાવતા કરણસિંહ પરમાર નો જન્મદિવસ હોય કરણસિંહ પરમાર દ્વારા જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો જેમાં પ્રતિવર્ષ ચીલાચાલુ રીતે જન્મદિવસ ઉજવવા ના બદલે આ વખતે કંઈક નવું કરવાની ઈચ્છા હતી જેમાં કરણસિંહ પરમાર દ્વારા જણાવ્યા અનુસાર આમ પણ શ્રાવણ મહિનો પહેલો સોમવાર એટલે ભોળાનાથની વિશેષ પ્રીતિ કહેવાય આજુબાજુમાં તપાસ કરતા બોટાદ થી નજીકમાં સમઢિયાળા ગામે માનવ મંદબુદ્ધિ આશ્રમ ની પ્રવૃત્તિ ધ્યાનમાં આવી આ આશ્રમમાં નાના-મોટા ૬૦ જેટલા મંદબુદ્ધિ વ્યક્તિઓ સાચવવામાં આવે છે
આ વાત કરણસિંહ પરમાર ને ખબર પડતાં કરણસિંહ પરમાર દ્વારા ક્યાં પહોંચ્યા અને તેમને સેવાઓનો અવસર પ્રાપ્ત થાય તે માટે ખેવાના વ્યક્ત કરી આશ્રમના સંચાલક મંડળે અમારી આ લાગણી સ્વીકારી અને આ ઈશ્વર ના પ્રિય એવી ૬૦ જેટલી વિભૂતિઓ ને અલ્પાહાર કરી પુણ્યમાર્ગ પ્રશસ્ત કર્યો… કરણસિંહ પરમાર કે દરેક વ્યક્તિ દ્વારા આશ્રમ ઉપર ચોક્કસ મુલાકાત લેવી જેથી કરીને મંદબુદ્ધિ આશ્રમમાં તમને પણ સેવાનો લાભ મળે અને એનો બદલો સારા ફળમાં તમને મળે.