દોઢ મહિનો થયો છતા યુનિ. દ્વારા રીએસેસ્મેન્ટના પરિણામ નથી આવ્યા

492

યુનિ.ના વિકાસ માટે મુખ્યત્વે તેમના પ્રવેશ, પરીક્ષા, પરિણામની નિયમિતતા, સરળતા અને ચોક્ક્‌સાઈના આધારે વિદ્યાર્થીઓના ભાવિ તથા યુનિવર્સિટીની છાપ બનતી હોય છે.  યુનિ. દ્વારા રી-એસેસમેન્ટના પરિણામો આપવાની ખૂબ મોટા અક્ષરે બોર્ડમાં ૪૫ દિવસની જાહેરાત તથા નિયમો બનાવ્યા છે અને દર્શાવ્યા છે. હાલ બધાજ બી.કોમ, બી.એસસી, બી.સી.એ, વગેરેના સેમ.૨,૩,૪,૫,૬ વાર્ષિક પદ્ધતિના ટી.વાય તથા માસ્ટરના સેમ.૪ના પરિણામો જેવા ઘણા પરિણામો જે વિદ્યાર્થીઓના ભાવિ માટે જરૂરી હોય છે તે પરિણામો જાહેર કરવાના બાકી છે.

પરિણામ જાહેર થયા બાદ રી-એસેસમેન્ટ કરવવાની અંતિમ તારીખથી ૪૫ દિવસ જેટલો સમયગાળો વીતી ગયો હોવા છતાં યુનિ. દ્વારા પોતે બનાવેલ નિયમને સમયસર પાળી શકી નથી જે યુનિ.ના તંત્ર અને સતાધીશોના કેન્દ્રસ્થાન પર વિદ્યાર્થીઓ ન હોવાની સ્પષ્ટતા  કરી રહ્યું છે.

યુનિ. દ્વારા પી.જીના પરીક્ષા ફોર્મ ભરવાની તારીખએ અંતિમ રાઉન્ડ સ્વરૂપે પૂર્ણ કરવાની જાહેરાત યુનિ. દ્વારા કરવામાં આવી છે જ્યારે વાસ્તવમાં જે વિદ્યાર્થીઓના યુનિ.ના યોગ્ય સમયે પરિણામ ન આપવાની આયોજન વગરની નીતિના પરિણામે વિદ્યાર્થીઓના ભાવિ પૂર્ણ અંધકારમાં જઈ રહ્યા છે.

શું વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવતી ફીનો યોગ્ય સમયે લાભએ વિદ્યાર્થીઓને ન મળવો જોઈએ ? કોઈપણ કાર્ય યોગ્ય સમયે આયોજન બંધ રીતે પૂર્ણ કરવાએ વિદ્યાર્થીઓના હિતમાં છે. યુનિ. પોતે બનાવેલ પોતાના નિયમો પોતે પાલન કરવામાં અસમર્થ રહી છે. જો ફોર્મ ભરવામાં વિદ્યાર્થી મોડા પડે તો ૧૦૦૦૦ નો દંડ અને હવે યુનિ. પરિણામ આપવામાં મોડી પડી છે તો શું દંડ ? સતાધીશોની પૂર્વ દૂરનદેશીના અભાવે હાલ યુનિ. દ્વારા આજ જે પરિણામોને ૪૫ દિવસો વીતી ગયા છે તે જે પરિણામો યુનિ. દ્વારા હજુ જાહેર જ નથી કરવામાં આવ્યા તે પરિણામોની રિપીટ પરીક્ષા લેવાના પરિક્ષાફોર્મ ભરવાની અંતિમ તારીખ પણ જાહેર કરવામાં આવી છે તો જે રી-એસેસમેન્ટના પરિણામ જ જાહેર કરવામાં  આવ્યા નથી તો ફોર્મ કઈ રીતે ભરવા તે સવાલ ઉઠવા પામ્યો છે.

Previous articleનાના જાદરાના બસ સ્ટેન્ડ પાસેથી ચાર ફરાર આરોપીને ઝડપી લેતી એલસીબી
Next articleરામકથાથી નીતિ, મહાભારતથી યુક્તિ અને ભાગવતથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે : ગોવિંદગિરીજી