શહેર ભાજપે દરેક વોર્ડમાં ફટાકડા ફોડ્યા

550

૩૭૦ અને ૩પ-એની કલમ રદ કરીને જમ્મુ-કાશ્મીર ખાતેની વર્ષો જુની સમસ્યાનો અંત લવાતા રાજયભરની સાથો સાથ ભાવનગર શહેર-જિલ્લામાં આતશબાજી સાથે આવકાર અપાઈ રહ્યો છે. જેમાં આજે શહેર ભાજપ દ્વારા શહેરના તમામ ૧૩ વોર્ડમાં ફટાકડાની આતશબાજી કરવા સાથે મો. મીઠા કરાવી નિર્ણયને આવકારવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહને અભિનંદન પાઠવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમમાં દરેક વોર્ડના ભાજપના હોદ્દેદારો, નગરસેવકો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

Previous articleલાકડીયા પુલ નજીક બાવળની કાંટમાં જુગાર રમતા ચાર શકુનીઓ ઝડપાયા
Next articleએરફોર્સના હેલીકોપ્ટરનું ઓદરકાની વાડીમાં ઈમરજન્સી લેન્ડીંગથી આશ્ચર્ય