ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઓદરા ગામની વાડીમાં આજે સવારે એરફોર્સના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ તથા લોકોમાં આશ્ચર્ય ફેલાઈ જવા પામ્યું હતું જો કેબ ાદમાં ટેકનીકલ ખામીના કારણે ઉત્તરાણ કર્યુ હોવાનું જણાતા લોકોાએ હાશકારો મેળવ્યો હતો. એરફોર્સના હેલીકોપ્ટરને નિહાળવા ગામના લોકો પહોંચી ગયા હતાં. સાંજે રીપેરીંગ થયા બાદ હેલીકોપ્ટર ઉડી ગયું હતું.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘા તાલુકાના ઓદરકા ગામે આજે સવારે નવેક વાગ્યાના સુમારે અચાનક ઈન્ડીયન એરફોર્સના એક હેલીકોપ્ટરે ઈમરજન્સી લેન્ડીંગ કરતા ગામના લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. બાદમાં લોકોને ટેકનીકલ ખામીના કારણે ઉત્તરાણ થયાનું જાણવા મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સુરતથી જામનગર જઈ રહેલા વાયસુનાના હેલીકોપ્ટરમાં ટેકનીકલ ખામી સર્જાતા પાયલોટે સમય સુચકતા વાપરીને ઓદરકા ગામે મહિપતસિંહ અભેસિંહની વાડીમાં ઈમરજન્સી લેન્ડીંગ કર્યુ હતું. આ બનાવથી તુરંત જ ઓદરકા ગામના સરપંચ ખુમાણસિંહ ગોહિલ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આ બનાવની જિલ્લા કલેકટરને જાણ કરાતા તુરંત તેમના આદેશથી ડેપ્યુટી કલેકટર, તાલુકા વિકાસ અધિકારી, ઘોઘા મામલતદાર, ઘોઘા પીએસઆઈ સહિત અધિકારીઓ ઓદરકા ગામે દોડી ગયા હતાં. ઉતરાણ બાદ એરફોર્સના જવાનોએ જામનગર જાણ કરતા ટેકનીશ્યનો આવી રીપેરીંગ કામ હાથ ધરેલ અને સાંજે રીપેર થયા બાદ ઉડી ગયું હતું. આ બનાવ અંગે ઓદરકા ગામના સરપંચ ખુમાણસિંહ ગોહિલે ‘લોકસંસાર’ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ કે બંધ પડેલ હેલીકોપ્ટરને રીપેર કરવા માટે અન્ય બે હેલીકોપ્ટરમાં ટેકનીશ્યનો આવ્યા હતાં. અને સાંજે સાડા છ વાગ્યે રીપેરીંગ કામ થતા હેલીકોમ્પ્ટર લઈ જવાયું હતું તેઓ સતત સ્થળ ઉપર રહાજર રહ્યા હોવાનું પણ જણાવેલ.