ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. તેઓ ૬૭ વર્ષના હતા. તેઓ ઘણા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હતી. સ્વાથ્યમંત્રી ડોં.હર્ષવર્ધન અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એઈમ્સ પહોંચી ગયા છે.
સુષ્મા સ્વરાજે ત્રણ કલાક પહેલા જ આર્ટિકલ ૩૭૦ હટ્યા પર ટિ્વટ કર્યું હતું. ૬૭ વર્ષીય સુષ્મા સ્વરાજ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રીના પદ પર રહ્યા હતા. સુષ્મા સ્વરાજ વિદેશમાં ફસાયેલા ભારતીયોની મદદ કરવા માટે અને ભારત આવવાનો પ્રયત્ન કરી રહેલા વિદેશીઓની મદદ કરીને સતત ચર્ચામાં રહેતા હતા. મોદી સરકારના આક્રમક મંત્રીઓમાંથી એક ગણાતા સુષ્મા સ્વરાજે ઘણી વખત આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદના મુદ્દે પાકિસ્તાને આડે હાથે લીધું હતું.