ટ્રાફિક નિયમ ભંગ બદલ ૩૧૯ લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડઃ ૩૬ કાયમી રદ

502

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વાર ટ્રાફિક નિયમન ભંગ કરનારા  કુલ ૩૫૫ વાહન  ચાલકોના વાહનો ડિટેઇન કર્યા હતા. આવા  વાહન ચાલકો પાસેથી આરટીઓ દ્વારા વિવિધ ગુનાના ભંગ બદલ કુલ ૫૦ લાખ દંડ વસૂલ્યો હતો અને  ૨૧૯ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણથી છ મહિના માટે સસ્પેન્ડ કરાયા છે જ્યારે ૩૬ વાહન ચાલકોના લાઇસન્સ કાયમ  માટે રદ કર્યા છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક નિયમનભંગ બદલ ટ્રાફિક પોલીસ તથા તમામ પોલીસ સ્ટેશનની લોકલ પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું  છે, જેમાં પોલીસ દ્વારા સ્થળ પર દંડ વસૂલીને વાહન ચાલકોને જવા દેવામાં આવતા હોય છે, જેનાથી વાહન ચાલકો વાંરવા ર ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય છે, કેટલાક કિસ્સાઓમાં તો પોલીસ પણ ૧૦૦૦ રૃપિયા  જેટલો દંડ થતો હોય તો  વાહન ચાલકો પાસેથી તોડ કરીને માત્ર ૧૦૦ કે  પછી ૨૦૦ રૃપિયા જેટલો દંડ વસૂલતી હોય છે.

શહેર પોલીસે શાળા-કોલેજો અને રિવરફ્રન્ટ સહિતના જાહેર માર્ગે પર ટ્રાફિક નિયમનભંગ બદલ  ખાસ અભિયાન ચલાવ્યુ હતું, જેમાં પીઆઇ, સહિત ૨૫થી વધુ પોલીસ કાફલા સાથે વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ, જેમાં ખાસ કરીને રોન્ગ સાઇડ, ઓવર સ્પીડમાં વાહન ચલાવતા, ડ્રન્ક એન્ડ ડ્રાઇવ કરતા તથા ડ્રાઇવિંગ લાઇન્સસ સહિતના જરૃરી પુરાવા વગર વાહન ચલાવતા તથા બીજાનું  વાહન ચલાવીને ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહન ચાલકો સામે તવાઇ બોલાવી હતી, જેમાં  ચાલુ  વર્ષમાં જાન્યુઆરીથી જુલાઇ  માસ સુધીમાં ફોર વ્હીલ તથા ટુ વ્હીલર્સ સહિતના કુલ ૩૫૫ વાહનો પોલીસે ડિટેઇન કર્યા હતા અને તેનો દંડ માટેની રિસિપ્ટ આપવામાં આવી હતી જે વાહન છોડાવવા માટે આરરટીઓમાં જવું પડતું  હોય છે.

અમદાવાદ આરટીઓ અધિકારી એસ.પી. મુનિયાના જણાવ્યા મુજબ આવા વાહન ચાલકોમાં ડ્રાઇવિંગ લાઇન્સસ તથા આરસીબુક ન હોય તેમજ પીયુસી,વીમો ના હોય તેવા વાહન ચાલકો પાસેથી  સિન્ગલ દંડ વસૂલ્યો હતો પરંતુ વાહનના માલિક અલગ હોય તેવા કિસ્સામાં ડબલ દંડ વસૂલવામાં આવ્યો છે. જેથી કુલ ૩૫૫ વાહન ચાલકો પાસેથી કુલ ૫૦ લાખ દંડ વસૂલ્યો હતો ઉપરાંત ૩૫૫ પૈકી ૩૧૯ વાહન ચાલકોના લાઇસન્સ કામચલાઉ ધોરણે ત્રણ કે પછી છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે ૩૬ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ કામયમી ધોરણ રદ કરવામાં આવ્યા છે.  જેના કારણે ચાલકો હવે ટ્રાફિક  નિયમ ભંગ કરતા બનાવો અટકી શકે. આરટીઓ દ્વારા કડક પગલાં ભરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Previous articleકેપિટલ રેલ્વે સ્ટેશન ઉપર વધુ ટ્રેનો દોડાવવામાં તંત્રની આળસ
Next articleહેલ્મેટ અને સીટ બેલ્ટ વગરના પાંચ હજાર સરકારી કર્મચારીઓ ઝડપાયા