શ્રાવણ શુદ પુનમને ગુરૂવાર તા. ૧પ-૮-ર૦૧૯ના દિવસે રક્ષાબંધન છે તથા આજ દિવસેભ ુદેવો તથા અન્ય જે લોકો યજ્ઞોપવિત ધારણ કરે છે તેઓએ આજ દિવસે યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલાવશે જયોતિષ તથા પંચાગના નિયમ પ્રમાણે આજ દિવસે જનોઈ બદલાવાની રહેશે જનોઈ બદલાવવામાં ચોધડીયાની બદલે શુભ હોરાનો ઉપયોગ કરવો ઉત્તમ ગણાય તા. ૧પ-૮-ર૦૧૯ ગુરૂવારે જનોઈ બદલવાની શુભ હોરાઓ સવારે ગુરૂની હોરા ૬.રપ થી ૭.ર૯ સવારે શુક્રની હોરા ૯.૩૮ થી ૧૦.૪૩, સવારે બુધની હોરા ૧૦.૪૩ થી ૧૧.૪૭, સવારે ચંદ્રની હોરા ૧૧.૪૭ થી ૧ર.પ૧ આ બધી હોરાઓ જનોઈ બદલવા માટે શુભ છે.
રક્ષાબંધનના દિવસે શાસ્ત્ર તથા પુરાણ પ્રમાણે જોઈએ તો બધા જ કલરની રાખડી શુભ જ ગણાય છે પરંતુ સાથે જયોતિષ પ્રમાણે રાશિ પ્રમાણે કયા કલરની રાખડી બહેનોએ ભાઈને બાંધવી વધારે ઉત્તમ ગણાય તે રજુ કરેલ છે. (૧) મેષ રાશી (અ-લ-ઈ) લાલ તથા પીળા કલરની રાખડી બાંધવી શુભ છે. (ર) વૃષભ (બ-વ-ઉ) સફેદ અથવા મિકક્ષ કલરની રાખઢડી બાંધવી શુભ છે. (૩) મિથુન (ક-છ-ધ) લીલા અથવા બ્લુ રંગની રાખડી બાંધવી શુભ છે. (૪) કર્ક (ડ-હ) સફેદ અથવા લાલ રંગની રાખડી બાંધવી શુભ છે. (પ) સિંહ (મ-ટ) પીળા અથવા ગુલાબી રંગની રાખડી બાંધવી શુભ છે. (૬) કન્યા (પ-ઠ-ણ) લીલા અથવા જાંબલી રંગની રાખડી બાંધવી શુભ છે. (૭) તુલા (ર-ત) બ્લુ અથવા સફેદરંગની રાખડી બાંધવી શુભ છે. (૮) વૃશ્વિક (ન-ય) લાલ રંગની રાખડી બાંધવી શુભ છે. (૯) ધન (ભ-ફ-ધ) કેશરી અથવા પીળા રંગની રાખડી બાંધવી શુભ છે. (૧૦) મકર (ખ-જ) બલુ અથવા લીલારંગની રાખડી બાંધવી શુભ છે. (૧૧) કુંભ (ગ-શ-સ) બ્લુ અથવા જાંબલી રંગની રાખડી બાંધવી શુભ છે. (૧ર) મીન (દ-ચ-ઝ-થ) પીળો અથવા કેશરી રંગની રાખડી બાંધવી શુભ છે.
-શાસ્ત્રી રાજદીપ જોષી