બાબરા બસ સ્ટેશન થી રાજકોટ ભાવનગર અને અમરેલી તરફના હાઇવે રોડ ઉપર એક પણ ગતી અવરોધક નહી હોવા અને પોલીસ ની મીઠી નજર થી ખાનગી વાહનો ના જામતા જમેલા સહિત સ્થાનિક નગરપાલિકા ની બેદરકારી થી હાઇવે ઉપર રેઢીયાર પશુ ના અડીંગા ના કારણે બાબરા ના ભરચક વિસ્તાર માં અવાર નવાર અકસ્માતો ની હારમાળા સર્જાવા પામે છે જેમાં છેલ્લા છ માસ માં શહેર મધ્યમાંથી પસાર થતા ધોરી માર્ગ ઉપર અનેક માનવ જિંદગી હોમાઈ ચુકી છે છતાં પણ ગતી અવરોધક બનાવવા કે રોડ ઉપર દાદાગીરી અને પોલીસ ની મીઠી નજર તળે ચાલતા વાહનો હટાવવા સહિત રેઢીયાર પશુ અંગે તંત્ર દ્વારા નિવેડો લાવવા માં નહી આવતા લત્તાવાસી ઓ દ્વારા મામલતદાર ને રોષ પૂર્ણ આવેદન આપી યોગ્ય કરવા જણાવવા ની સાથો સાથ દિવસ ત્રણ માં સ્પીડ બ્રેકર અંગે યોગ્ય કરવા માં નહી આવે તો રોડ ખોદી નાખવા સુધી મૌખિક ધમકી ઉચ્ચારવા માં આવી છે
વિગત મુજબ રાહદારી કોલેઝીયન છાત્રો પોતાનું અભ્યાસ કાર્ય પૂર્ણ કરી બાબરા બસ સ્ટેશન નજીક પસાર થતી વખતે રાજકોટ અમરેલી એસ ટી રૂટ બસ નં જીજે ૧૮ ઝેડ ૧૭૩૪ ના બસ ચાલકે વિધાર્થી જુનેદખાન જાહિદખાન પઠાણ ઉવ.૧૯ રે.ચિતલ ને પાછળ થી હડફેટે લેતા તેનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું જયારે સાથી વિદ્યાર્થી શિવરાજ હરદાસભાઈ સાનાણી ઉવ.૧૯ રે નીલવડા તા.બાબરા ગંભીર રીતે ઘવાતા પ્રાથમિક સારવાર બાબરા આપી વધુ સારવાર માટે અમરેલી ખસેડવા માં આવ્યો છે જયારે બસ ચાલક જયવંતસિહ દાનસિહ પરમાર ને બસ ચલાવતી વખતે બ્લડપ્રેશર ની તકલીફ થવાથી કાબુગુમાવી દીધા ની હકીકત સહિત બસ માં મુસાફરી કરી રહેલા અન્ય ચાલકે તુરંત સ્થિતિ પામી બસ થંભાવી દીધાની હકીકત જાણવા મળે છે બસ ચાલક ને બાબરા બાદ સારવાર માટે અમરેલી ખસેડવા માં આવ્યા નું સ્થાનિક હોસ્પિટલ સુત્રો એ જણાવ્યું છે
મૃતક જુનેદખાન પઠાણ મુસ્લિમ પરિવાર નો એક નો એક પુત્ર હોવાનું અને પિતા હીરાઘસવા સહિત છૂટક મજુરી કરી પુત્ર ને ઉચ્ચ અભ્યાસ માટે બાબરા સરકારી કોલેઝ માં મોકલતા હતા પરિવાર માં પુત્ર ના મોત થી ભારે કલ્પાંત થયો છે
બાબરા વિસ્તાર માં અવાર નવાર આવા બનાવો થી ત્રસ્ત બનેલી રાહદારી પશુપાલક મહિલા દ્વારા લોકો ની વચ્ચે આવી અને સરકારી તંત્ર સહિત રાજકીય બાબુ અને વાહન ચાલકો ની આકરી જાટકણી
બીજી બાજુ બાબરા ના જાગૃત નાગરિક જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના પૂર્વ ચેરમેન ભુપેન્દ્રભાઈ બસિયા ની આગેવાની માં લોકોનું ટોળું ગતીઅવરોધક મુદ્દે મામલતદાર બગસરિયા ને મળી આવેદન આપી યોગ્ય કરવા સહિત ગતીઅવરોધક નહી હોવાથી શહેર માં અકસ્માતે મરણ ના શરણ ગયેલા બનાવો ની નોંધ રજુ કરી હતી ઉપસ્થિત જનમેદની દ્વારા મામલતદાર સમક્ષ મૌખિક અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ માં ગતીઅવરોધક બનાવવા માં નહી આવે તો જનતા જનાર્દન એકત્ર બની હાઇવે રોડ ખોદી નાખતા પણ અચકાશે નહી બાદ તંત્ર દ્વારા લેનારા કોઈ પણ પગલા માટે ભરીપીવા તૈયારી દર્શાવી હતી