તક્ષશિલા એજયુકેશન ઈન્સ્ટિટયુટ ખાતે રાખડી બનાવાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું.ે જેમાં સંસ્થા ખાતે અભ્યાસ કરતી ધોરણ -૯ થી ૧ર તેમજ બી.કોમ. અને બી.એસ.સી. અભ્યાસક્રમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થિનીઓ દ્વારા ખુબ જ કલાત્મક રાખડીઓ બનાવી પોતાની કલાની પ્રસ્તુતિ કરવામાં આવી. સંસ્થાના તજજ્ઞ દ્વારા વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વના ઈતિહાસ અને મહત્વ વિષે માહિતગાર કરાયા હતાં. ઉપરોકત કાર્યક્રમમાં શિક્ષકો આચાર્ય, તથા ટ્રસ્ટી દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરાઈ હતી.