રાજુલાની પ્રાથમિક અને તમામ ખાનગી શાળાઓમાં સંપુર્ણપણે સીસી ટીવી કેમેરા લગાવવા રાજુલા એનએસયુઆઈની માંગ જેથી કરીને શિક્ષકો સરકારી શાળાઓમાં હાજરી આપે કે નહીં તે અંગે તપાસ કરી શકાય. રાજુલા શહેર તાલુકામાં ૧૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં ૧૦ જેટલી માધ્યમિક સરકારી શાળાઓ આવેલી છે. તેની સામે ખાનગી પ્રાથમિક, માધ્યમિક શાળાઓ આવેલી છે. ઘણીખરી શાળાઓમાં સિસિટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ત્યારે સંપુર્ણ પણે લગાવાય તેવી માંગણી ઉઠવા પામી છે. ખાસ કરીને સરકારી પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં લગાવવા માંગણી ઉઠવા પામી છે કારણ કે ઘણી ખરી પ્રાથમિક માધ્યમિક શાળાઓના શીક્ષકો આચાર્યો ખાનગી શાળા સાથે આડકતરી રીતે સંકળાયેલા છે. આથી તે નિયમિત ફરજના સ્થળે સરકારી શાળાઓમાં હાજરે આપે છે કે કેમ તે તપાસ કરી શકાય અને બાળકો પર પણ નજર રાખી શકાય. જેથી બાળકોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી છે. તેમજ રાજુલા તાલુકાની સંઘવી હાઈસ્કુલ દાતરડી હાઈસ્કુલ રામપરા હાઈસ્કુલમાં ખાલી પડેલી જાફરાબાદ હાઈસ્કુલમાં આચાર્યોની ખાલી પડેલી જગ્યા ભરવામાં આવી છે. નવા આચાર્યોને હાજર કરવાનો હુકમ કરવામાં આવતા આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. તેમજ રાજુલા જાફરાબાદની વિવિધ પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓમાં ફાયર સેફટી આચાર્યો શિક્ષકો કલાર્ક સહિતના હાજરીની બાબતોમાં ઉચ્ચાધિકારીઓ તપાસ કરી ઓચિંતા ચેકીંગ હાથ ધરે તેવી માંગણી રાજુલા એનએસયુઆઈ ટીમ અને વાલીઓ દ્વારા ઉઠવા પામી છે.