વડાપ્રધાન મોદીએ ત્નદ્ભના આઠ લાખ લોકોના ખાતામાં ચાર-ચાર હજાર રૂપિયા જમા કરાવ્યા

359

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી દેવાયા બાદ મોદી સરકારે આ રાજ્યનો સર્વાંગી વિકાસ કરવાનુ વચન આપ્યુ છે ત્યારે જમ્મુ કાશ્મીરના ૮ લાખ લોકોના એકાઉન્ટમાં કેન્દ્ર સરકારે ચાર-ચાર હજાર રૂપિયા જમા કરાવ્યા છે.

જોકે આ રકમ કલમ ૩૭૦ લાગુ થઈ તે પહેલા જ મોકલી દેવામાં આવી હતી.સરકારે જમ્મુ-કાશ્મીરના ખેડૂતોને ખેતી કરવા માટે દેવુ ના કરવુ પડે તે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ આ રકમ મોકલી છે. બહુ જલ્દી બીજા બે-બે હજાર રૂપિયા પણ આ લોકોને મળશે.

જાણકોરાનુ માનવુ છે કે, ૩૭૦ કલમ હટ્યા બાદ પૈસા મોકલવાની કામગીરીમાં ઝડપ આવશે.કારણકે હવે કેન્દ્ર સરકાર જ રાજ્યમાં શાસન ચલાવી રહી છે.

જમ્મુ કાશ્મીરની ૮૦ ટકા વસ્તી ખેતી પર આધારિત છે. કાશ્મીરમાં કેસર અને સફરજનની બહુ મોટા પાયે ખેતી થાય છે. ફુલો, ઘઉં, કપાસ અને તમાકુ પણ ઉગાડાય છે.લદ્દાખમાં ચણાની ખેતી થાય છે. ગઈકાલે જ પીએમ મોદી પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહી ચુક્યા છે કે, દેશમાં જે પણ યોજનાઓ કેન્દ્ર સરકારે લાગુ કરી છે. તે તમામ યોજનાઓ જમ્મુ અને કાશ્મીરમાં પણ લાગુ કરાશે.

સરકારે જે રકમ મોકલી આપી છે તેનો સૌથી વધારે ફાયદો બારામુલા, કુપવાડા, બડગામ, પૂંછ અને પુલવામામાં ખેડૂતોને થયો છે. જ્યારે શ્રીનગર, લેહ લદ્દાખ અને કારગિલમાં સૌથી ઓછા ખેડૂતોને લાભ મળ્યો છે.

Previous articleટેક્સટાઇલ-લેધર પર નવી નિકાસ નીતિમાં ખાસ ધ્યાન
Next articleસામુહિક દુષ્કર્મની ધમકી મળતા યુવતીનો પાંચમા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ