રાજુલા જાફરાબાદ સહિત ગુજરાતભરતના ૩૦ ટીડીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજુલા જાફરાબાદની જગ્યાઓ ખાલી રહેતા ૧૪૦ ગામોનો વહીવટ વિહોણો બન્યો છે.
જાણવા મળતી વિગત મુજબ રાજુલા તાલુકા પંચાયતમાં હમણાં સુધી ચાર્જમાં ટીડીઓની હતા પણ ર દિવસ અગાઉ જ જાફરાબાદ ટીડીઓને અહીં મુકાયા હતાં. પણ આજે ગુજરાત સરકાર દ્વારા ૩૦ ટીડીઓની બદલી થતા રાજુલા જાફરાબાદના બી.એમ.વાઘેલાને જેસર બદલી થતા તેની સામે જગ્યાભ રવામાં આવી નથી પરિણામે બંને રાજુલા જાફરાબાદ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી જગ્યાઓ ખાલી પડી છે. ત્યારે હાલ ૧૪ઢ ગામોનો વહિવટ હવે ચાર્જમાં ચાલશે ત્યારે લોકોને ભારે હાડમારી પડશે તાકીદે આ બંને તાલુકામાં તાલુકા વીકાસ અધિકારીની જગ્યા ભરવા માંગણી ઉઠવા પામી છે.