આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભાવનગર શહેરના આદીવાસી સમાજ દ્વારા ઘોઘારોડ, એકલવ્ય સોસાયટી ખાતેથી વિશાળ બાઈક રેલી કાઢવામાં આવી હતી. જે વિવિધ વિસ્તારોમાં ફરી હલુરીયા ચોક શહિદ સ્મારક ખાતે પહોંચી હતી જયાં શહિદોને પુષ્પાંજલિ સાથે શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવેલ આ ઉપરાંત વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.