રાજુલા હાઈસ્કુલ દ્વારા સિંહ દિવસ નિમિતે રેલી યોજાઈ

488

રાજુલા ખાતે બે હાઈસ્કુલના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ શિક્ષકો દ્વારા વિશાલ સંખ્યામાં રેલી દ્વારા વિશ્વ સિંહ દિનની ઉજવણી કરાઈ. રાજુલા ખાતે આજે ભવ્યાતિભવ્ય રીતે બે હાઈસ્કુલના આચાર્યો ગર્લ હાઇસ્કુલના માણકુભાઈ ચાંદુ અને સંઘવી હાઈસ્કુલના આચાર્ય વાઘભાઈ પંપાણીયાભાઈ, કીશોરભાઈ વરૂ, જોષીભાઈ તેમજ બન્ને હાઈસ્કુલના શિક્ષક સ્ટાફ દ્વારા ર૦૦ વિદ્યાર્થીઓને સિંહના માસ્ક પહેરી જનજાગૃતી માટે રાજુલા રાજમાર્ગો પર વિશાળ સંખ્યામાં જાણે રાજુલા સિંહમય બન્યું શહેર તેમજ રાજુલાની ટી.જે. બી.એસ.ગર્લ્સ હાઈસ્કુલ રાજુલામાં સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ કનુભાઈ ધાખડા ચેરમેન વિમળાબેન ગિરધરભાઈ ઉનાગર તથાવિનુભાઈ પરમાર શાળાના પટાંગણમાં યોજાયો હતો. જેમાં શાળાના સમગ્ર સ્ટાફ રેલીમાં જોડાયા હતાં.

Previous articleગુરૂવારે શિતળા સાતમ અને શનિવારે જન્માષ્ટમી ઉજવાશે
Next articleવલભીપુર હાઈ-વે પર પાણી ફરિ વળ્યા