માછીમારી કરવા ગયેલી ૩ હોડીઓ ડૂબી, ૩લોકોનાં મોત,  ૪૦ લાપતા

475

પોરબંદરમાં માછીમારી કરવા ગયેલી નાની હોડીઓ દૂર્ઘટનાનો શિકાર બની છે. એક બાજુ અવિરત વરસાદ અને બીજી બાજુ દરિયામાં ઉછળી રહેલા મોજાના કારણે અરબી સાગર ગાંડોતૂર બન્યો છે. દરમિયાન પોરબંદરના ગોસાબારા નજીક માછીમારી કરવા ગયેલી નાની હોડીઓ ડૂબતાં ૩ માછીમારોનાં મોત થયા છે. જ્યારે ૧૪થી વધુ નાની હોડીઓ અને ૪૦ માછીમારો હજુ લાપતા છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ માછીમારી માટે ૧૮ જેટલી નાની હોડીઓ દરિયામાં ગઈ હતી. આ દૂર્ઘટના બાદ ૧૪ નાની હોડીઓ તેમજ ૪૦થી વધુ માછીમારો હજુ લાપતા છે જ્યારે દરિયામાં ડુબી જતા ત્રણ માછીમારોનાં મોત થયા છે જ્યારે ૦૬ માછીમારોનો થયો આબાદ બચાવ થયો છે. ત્રણ માછીમારોને સારવાર અર્થે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે મૃત્યુ પામેલ ત્રણ માછીમારોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં લવાયા છે.

પોરબંદર જિલ્લામાં હાલ પવન સાથે પડી રહ્યો છે વરસાદ

આ દૂર્ઘટના બાદ મળતી માહિતી મુજબ નાની હોડીઓમાં માછીમારી કરવા ગયેલા ૧૦થી વધુ માછીમારો લાપતા બન્યા છે. આ ઘટના બાદ લાપતા બનેલા માછીમારોની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પોરબંદર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગોસાબારા જિલ્લાના માંગરોળ નજીક આવેલો જાણીતો દરિયા કાંઠો છે જ્યાં આ દૂર્ઘટના ઘટી હોવાના અહેવાલો છે.

Previous articleકડી અને દેત્રોજમાં ૧૩ ઇંચ વરસાદ : જનજીવન ઠપ
Next articleરાજકોટમાં ધોધમાર ૧૬ ઇંચ વરસાદ