ભાવનગર પાસેથી પાંચ વર્ષ પુર્વે છીનવાયેલ પાસપોર્ટ સેવા કેન્દ્રની ભાવનગરને પુનઃ પ્રાપ્તી થઈ છે. આજરોજ સાંસદ ભારતીબેન શિયાળ તથા પાસપોર્ટ કચેરી સ્ટેટ લેવલના અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતાં. મુખ્ય પોષ્ટ ઓફીસ ખાતે વિધીવત કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો હતો.
શહેરના હાઈકોર્ટ રોડ પર આવેલ મુખ્ય પોષ્ટ ઓફીસ ખાતે નવ નિર્મતિ પાસપોર્ટ કચેરીના ઉદ્દઘાટન લોકાપર્ણ પ્રસંગે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, અમદાવાદથી રીજીઓનલ પાસપોર્ટ અધિકારી નિલમરાની ડે. પાસપોર્ટ અધિકારી સોનીયા યાદવ, મેયર નિમુબેન બાંભણીયા તથા શહેર ભાજપના હોદ્દેદારો અને પોષ્ટ વિભાગના અધિકારીઓની હાજરીમાં સાંસદ શિયાળએ રીબીન કાપી કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યુ હતું. ત્યારબાદ શહેરના સરદારનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયલ ખાતે પ્રાસંગિક કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, મ્યુ. કમિશ્નર મનોજ કોઠારી જિલ્લા વિકાસ અધીકારી આયુષ ઓક અલંગ વિકાસ ડે. મેયર મનભા મોરી શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી શાસક પક્ષના નેતા તથા આમંત્રીત અધિકારી નિલમરાની, સોનીયા યાદવ તેમજ ધીરૂભાઈ શિયાળ સાંસદ ભારતીબેન શિયાળ સહિત મોટી સંખ્યામાં લોકોઅ ને અધીકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં. તથા અત્ર મુખ્ય મહેમાન નિલમબેન તથા સાંસદ, ભારતીબેનએ પ્રાસંગિક વકતવ્ય આપી આ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે ભાવનગર તથા બોટાદ જીલ્લા માટે આ કચેરી શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગેભ ાવનગરની સ્વયં સેવી સંસ્થાઓ દ્વારા સાંસદનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.