કિયારા અડવાણી હાલમાં લાઇમ લાઇટ ખુબજ એન્જોય કરી રહી છે. ’કબીર સિંહ’ બાદ તેની ફેન ફોલોઇંગમાં ખુબજ વધારો થઇ ગયો છે. જે કિયારાને ફક્ત ’લસ્ટ સ્ટોરીઝ’થી જાણતા હતાં તેમણે ’કબીર સિંહ’માં કિયારાનો એક અલગ અંદાજ જોયો. પણ હાલમાં અમે તેમની ફિલ્મ કે પરફોર્મન્સની નહીં પણ તેનાં મોંઘા પર્સ વિસે વાત કરવાનાં છીએ. કિયારા હાલમાં એક ખુબજ સ્ટાઇલિશ બેગની સાથે નજર આવી. આ બેગનો ભાવ સાડા ત્રણ લાખ રૂપિયા છે. જી હાં આપે બરાબર સાંભળ્યું છે આ બેગનો ભાવ સાડા ત્રણ લાખ રૂપિયા છે.
હવે આ તો કિયારા અડવાણી છે. બાકી તમારા મારા જેવા લોકો આટલાં રૂપિયામાં એક ફોરેન ટ્રિપ પર જઇ શકો છો. કે પછી તેનાંથી આજનાં સમયમાં જે રીતે એક તોલા સાનાનો ભાવ વધીને ૩૬,૦૦૦ રૂપિયા થઇ ગયો છે. આ સાડા ત્રણ લાખ રૂપિયામાંથી ૧૦ તોલાની આસપાસ સોનું આવી જાય. તો આ બેગનો ભાવ ૩,૫૩,૭૦૭ રૂપિયા છે.
પહેલી નજરે આ બેગની ડિઝાઇન સમજવી મુશ્કેલ છે. પણ ભાઇ આટલું મોંઘુ પર્સ જે કોઇની પાસે હોય તે તેને આવી રીતે ગળામાં લટકાવીને ફરે. તેને બેલ્ટ બેગ કહેવાયછે. અને ડોલરમાં તેનો ભાવ ૫૦૦૦ ડોલર છે. તો રૂપિયામાં વાત કરીએ તો આ બેગનો ભાવ ૩,૫૩,૭૦૭ રૂપિયા છે.