સિહોર બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર સામે યુવક કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા

763
bvn1782017-7.jpg

સિહોરના બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર સામે આજે ભાવનગર ગ્રામ્ય યુવક કોંગ્રેસના કાર્યકરોએ રજુઆતમાં રીતસર પરસેવો વાળી દીધો હતો આમતો તમામ બેન્કના મેનેજરોની ફરિયાદો નવી નથી પોતાની પેઢી સમજી બેઠેલા મેનેજરો લાગતા વળગતાના કામો કરતા હોવાની ફરિયાદો અગાઉ અનેકવાર ઉઠી છે આજે ભાવનગર ગ્રામ્ય યુવકના પ્રમુખ જગદીશ છેલાણા અને ટીમે સિહોર ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડિયા મેનેજરની અનેક ફરિયાદના આધારે રજુઆત કરીને તાકીદે યોગ્ય કરવા ચીમકી ઉચ્ચારી હતી. આવતા દિવસોમાં પ્રશ્નનું નિરાકરણ કે લોકોની સમસ્યાનો તાકીદે હલ નહીં થાયતો બેંકની સામે જ ધરણા પર બેસી જવાની ચીમકી ઉચ્ચારી હતી ખાસ કરીને બેંકમાં વચેટયાઓ દ્વારા દલાલો મારફત કામ થતા હોવાનું કાર્યકરોનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો.

Previous articleવ્યસની પતિના ત્રાસમાંથી પત્ની-બાળકોને ઉગારી ભયમુક્ત કરતી ૧૮૧ની ટીમ
Next articleગારિયાધાર શહેરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો