ડેમના દરવાજા ખોલાયા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૨૫૦૦૦ પ્રવાસીઓએ મુલાકાત લીધી

4419

સતત વરસી રહેલા વરસાદના કારણે સરદાર સરોવરમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે જેના લીધે ડેમના દરાવાજા બે વાર ખોલવામાં આવ્યા છે. નર્મદામાં વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

ચોમાસાની સીઝનમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓ ઉમટ્યા છે. સ્ટેચ્યૂ અને ડેમ નિહાળવા માટે પ્રવાસીઓનો ધસારો થયો છે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને સરદાર સરોવરની છેલ્લા ૯ મહિનામાં ૧૯ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

હાલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા મનમોહક દૃશ્યો સર્જાયા છે. હાલમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે રોજના ૬,૦૦૦ પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યાં છે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીના જોઇન્ટ ઝ્રર્ઈં નિલેશ દૂબેએ જણાવ્યું હતું કે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારબાદ અત્યારસુધીમાં ૨૫,૦૦૦ જેટલા પ્રવાસીઓએ ડેમ અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી છે.

Previous articleવઢવાણમાં પાણીનો નિકાલ ન થતાં રોષે ભરાયેલા લોકોનો રામધૂન સાથે ચક્કાજામ
Next articleઅમદાવાદમાં વરસાદે તંત્રની પોલ ખોલીઃ ચારેબાજુ ખાડા જ ખાડા