કલોલમાં માત્ર ૧૨ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં તો મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની હતી. જિલ્લામાં પડેલા સરેરાશ ૫ ઇંચ વરસાદમાં માણસામાં ચાર ઇંચ, ગાંધીનગરમાં ૩.૫ ઇંચ અને દહેગામમાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો. ચાલુ વર્ષે ચોમાસું ગઇકાલે બેઠું હોય તેમ વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ ચોવીસ કલાક પડતા કલોલમાં ૧૨ કલાકમાં નવ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. નવ ઇંચ વરસાદમાં જ નગરપાલિકાની પ્રિ-મોન્સુનની કામગીરી માત્ર કાગળ ઉપર જ કરાઇ હોય તેમ ત્રણ ત્રણ ફુટ ભરાયેલા પાણી પરથી લાગી રહ્યું છે.ભારે વરસાદથી લોકોમા ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.
મેઘરાજાએ જિલ્લા ઉપર મહેર કરી હોય તેમ કલોલમાં માત્ર ૧૨ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં તો મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની હતી. જિલ્લામાં પડેલા સરેરાશ ૫ ઇંચ વરસાદમાં માણસામાં ચાર ઇંચ, ગાંધીનગરમાં ૩.૫ ઇંચ અને દહેગામમાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો. ચાલુ વર્ષે ચોમાસું ગઇકાલે બેઠું હોય તેમ વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ સતત ચોવીસ કલાક પડતા કલોલમાં માત્ર ૧૨ કલાકમાં નવ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.
નવ ઇંચ વરસાદમાં જ નગરપાલિકાની પ્રિ-મોન્સુનની કામગીરી માત્ર કાગળ ઉપર જ કરાઇ હોય તેમ ઠેર ઠેર ત્રણ ત્રણ ફુટ ભરાયેલા પાણી પરથી લાગી રહ્યું છે. ભારે વરસાદથી કલોલના નિચાણવાળા બીવીએમની ચાલી, કબિરકુંજ, નવસર્જન સોસાયટી, ગાયત્રી સોસાયટી, સ્નેહ સાગર સોસાયટી, શિવ રેસિડેન્સી, ગિરીરાજ સોસાયટી, પાણીની ટાંકીની આજુબાજુનો વિસ્તાર અને ડો.બાબાસાહેબ આંબેડકર ભવન, સ્વામિનારાયણ ગુરૂકુલ, આંબેડકર ત્રણ રસ્તા, વખારીયા ચાર રસ્તા, બોરીસણા ગરનાળા, કસ્બા, કોબ્રા સર્કલ, રેલ્વે અંડર બ્રીજ, સેન્ટ ઝેવિયર્સ, સંત અન્ના હાઇસ્કુલ, ભારત હાઇસ્કુલ સહિતની શાળાઓમાં પાણી ભરાઇ ગયા હતા.
છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા અવિરીત વરસાદને લીધે જિલ્લામાં સરેરાશ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં કલોલમાં ૨૨૮ મી.મી., માણસામાં ૧૦૬ મી.મી., ગાંધીનગરમાં ૮૭ મી.મી. અને દહેગામમાં ૭૯ મી.મી. વરસાદ પડ્યો હતો. માણસામાં પડેલા ચાર ઇંચથી વધુ વરસાદને લીધે ઇટાદરા ગામમાં પાણી ભરાતા શાળાઓના મેદાનમાં ત્રણ ત્રણ ફુટ પાણી ભરાયા હતા. જ્યારે દહેગામમાં ત્રણ ઇંચ વરસાદથી બારડોલી બારીયા ગામમાં ચાર કાચા મકાનો અને એક મકાનની દિવાલ પડી ગઇ હતી. કરોલી ગામમાં સંરક્ષણ દિવાલ જ્યારે બહિયલ ગામમાં વર્ષો જુનો વડ પડી ગયો હતો. ગાંધીનગરમાં પડેલા વરસાદને પગલે નગરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. જોકે આજે શનિવારે પણ વરસાદ ચાલુ રહેતા રજાનો દિવસ હોવાથી લોકો ઘરમાં પુરાઇ રહ્યા હતા.
જોકે સારા વરસાદથી ખરીફ પાકને જીવતદાન મળી જતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળીણ રહ્યો છે. ખેતર ભરાય તેવા વરસાદને લીધે ડાંગરનું વાવેતર વધવાની શક્યતા રહેલી છે. જિલ્લામાં ચોમાસાની સીઝનનો સરેરાશ કુલ વરસાદ ૧૬ ઇંચ થયો છે. જેમાં દહેગામમાં ૩૯૨ મી.મી., ગાંધીનગરમાં ૨૭૨ મી.મી., કલોલમાં ૫૨૬ મી.મી. અને માણસામાં ૪૪૫ મી.મી. વરસાદ પડ્યો છે. જોકે જિલ્લામાં સીઝનનો ૫૩.૧૭ ટકા વરસાદ પડી ગયો છે.