મોરબી પુર હોનારતની આજે ૪૦મી વરસી છે. હોનારતની યાદ આજે તાજી થઈ ગઈ હતી. ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ શ્રાવણ વદ ચોથના દિવસે મોરબીના મચ્છુ ડેમ ટુટવાની ગોઝારી ઘટના બની હતી. આ દિવસે મોરબીની જીવદોરી કહેવાતો મચ્છુ-૨ ડેમ ટૂ..ટી ગયો. અને મચ્છુના ધસમસતા પાણી મોરબીના બજારો અને શેરીઓમાં ફરી વળ્યા.કેટલીક યાદો ક્યારે જીની થતી નથી, કારણ કે તે ઘટના તો ઘટી કાળના અતિતમાં ખોવાઈ જાય છે. પરંતુ તેના લીસોટા હમેસા માટે લોકોના માનસપટ પર રહી જાય છે. તે યાદો કડવી હોય છે છતાં અનાયાસે પણ તે સ્મૃતિ પટ પર આવીજ જાય છે. અને ત્યારે આંખના કોઈ ખુણામાં આસું દેખાય છે. તારીખ ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ શ્રાવણ માસને બાળ ચોથનો એ ગોઝારો દિવસ મોરબી વાસીઓ ક્યારેય નહીં ભુલે. ઘટનાજ એવી કરુણ હતી કે કલ્પના કરતા નયનમાં હજી નીર આવે છે. આ તારીખવાર મોરબી વાસીઓની રૂહ કંપાવે છે. વારંવાર દિલમાંથી ઉઠે છે કરુણ પોકાર જ્યારે સાતમને શ્રાવણ માસનો આ દિવસ આવે છે. કારણ કે આ એજ દિવસ છે જ્યારે મોરબીની જીવાદોરી કહેવાતો મચ્છુ-૨ ડેમ ટૂ..ટી ગયો. અને મચ્છુના ધસમસતા પાણી મોરબીના બજારો અને શેરીઓમાં ફરી વળ્યા. સૌ કોઈ લાચાર હતા. જીવોદોરીએજ મન મુકી અનેક જીવોની સમાધી ખોદી હતી.
અને તે નામ ધસમસતા પાણીમાં કોઈનો સેથીનો સિંદુર, કોઈનો મનનો લાડલો, કોઈની જુવાન દીકરી ક્યા છે તેની કોઈને ખબર ન હતી. હજારો અબોલા જીવ મોતને ઘાટ ઉતર્યા. હજારો મકાનો, દુકાનો ધરાસાઈ થયા, પળ વારમાં ઔદ્યોગિક કોલાહલથી ધમધમતા આ શહેરમાં ખામોસી છવાઈ ગઈ હતી. શહેર હતુ ન હતુ થઈ ગયુ હતું ઘટનાની જાણ દેશ-વિદેશમાં થઈ સહાયનો ધોધ વર્ષો અને મોરબીની પ્રજાએ પોતાની તાકાતનો પરચો બતાવ્યો. થોડા વર્ષોમાં શહેરી ફરી બેઠૂ થયું, નળિયા, ઘડીયાળ, ટાઈલ્સ ઉદ્યોગ ફરી ધમધમવા લાગ્યા. ફરી મોરબીનું નામ દેશ વિદેશમાં ગુજ્યું થયું. છતાં કેલેન્ડરમાં ૧૧ ઓગસ્ટ આવે છે ત્યારે ફરી મોરબીવાસીઓની આંખો ભીની થઈ જાય છે. યાદ આવે છે મધરાત્રે કાળ બનીને ધ્રુજાવનારી મચ્છુનું વરવું સ્વરૂપ આ રાતને કોઈ મોરબીવાસી ક્યારેય ભુલશે નહીં. ત્યારે આવો આપણે સર્વ મળિને આ ગોઝારી ઘટનાની ૪૦મી વરસીએ તેમાં જીવ ગુમાવનાર દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ આપીએ….