ભારેથી અતિભારે વરસાદ થયો અને ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. છેલ્લા બે દિવસમા ૨૯૪ રૂટ બંધ થતા ૧૯૮૮ ટ્રીપ રદ કરવી પડી હતી. જેના કારણે બે દિવસમા એસટી નિગમને લાખો રૂપિયાનુ નુકસાન થયું હતું. જો કે પ્રવાસીઓની સલામતી માટે એસટી નિગમ દ્વારા રૂટ બંધ કરવામાં આવ્યા હતા.જ્યાં વધારે પાણી હોય તેવા રૂટમાં બસ ન લઈ જવા માટે પણ એસટી બસના ડાઈવરને સુચના આપવામાં આવી હતી. ભારે વરસાદના કારણે અમદાવાદ, વડોદરા, રાજકોટ, વલસાડ, પાલનપુર સહિતના ડિવિઝનના રૂટ બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે ૧૦ ઓગસ્ટના ૯૭ રૂટની ૧૩૮૩ ટ્રીપ રદ કરવામાં આવી હતી. તો ૧૧ ઓગસ્ટના ૧૯૧ રૂટની ૬૦૫ ટ્રીપ રદ કરાઈ..આજે સૌથી વધુ અમદાવાદ ડિવિઝનના રૂટ બંધ રહ્યા હતા. અમદાવાદ ડિવિઝનના ૯૩ રૂટ બંધ રહેતા એસટી બસની ૯૩ ટ્રીપ રદ કરવામાં આવી છે. તો વડોદરા ડિવિઝનની ૫૦ ટ્રીપ અને કચ્છની ૫૬ ટ્રીપ બંધ રહી છે. વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક રૂટો પર પાણી ભરાયેલા છે.