મેષ (અ.લ.ઈ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો સપ્તાહની શરૂઆતમાં વધુ અપક્ષેા અને આત્મવિશ્વાસથી નુકશાની મળી શકે છે. સપ્તાહના અંત સમયથી સુર્યગ્રહના અશુભ બંધનયોથી મુક્તિ મળે છે. તેથી રક્ષાબંધનના પવિત્ર દિવસ પછી કાર્ય સફળતાના યોગ મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પતની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
વૃષભ (બ.વ.ઉ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શ્રાવસ માસના પવિત્ર તહેવારોના સમયમાં સંયમીત જીવન જીવવાનું સુચવે છે. ઈશ્વરના આર્શીવાદ મેળવવા સિવાય બીજી કોઈ અપક્ષેા ફળીભુત થશે તેમ લાગતુ નથી શનીગ્રહની પનોતી અને મંગળગ્રહની સાથે સુર્યગ્રહ પણ બંધનયોગ આપે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ઉતાવળા સાહસ ન કરવા – પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટેશ નિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાની લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
મિથુન (ક.છ.ઘ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો કાલ્પનીક ભય અને નિર્બળ વિચારોનો ત્યાગ કરશો તો શ્રાવણ માસના શુભ તહેવારો ઉજવી શકશો. સપ્તાહના અંતથી સુર્યગ્રહ પણ પરાક્રમ સ્થાનમાં એક માસ માટે શુભ ફળ આપશે. આત્મ વિશવાસ અને કાર્ય સફળતામાં વૃધ્ધી થશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થીતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ઈષ્ટદેવનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
કર્ક (ડ.હ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ યથાવત પાપકર્તરી યોગ આપે છે. જે માનસિક અશાંતિ આપે છે. તેમ છતાં સપતાહના અંત સમયથી સુર્યગ્રહનું ધન સ્થાનમાં ભ્રમણ કાર્યભાર હળવો કરશે. માત્ર વાણીવર્તન અને વ્યવહાર નમ્રતા કેળવવી જશરૂરી છે. અને વાસ્તવિકતામાં જીવવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થ્ક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુસહસ્ત્ર નામાવલી વાંચવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
સિંહ (મ.ટ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ગુરૂ અને સુર્યગ્રહનો અશુભ બંધનયોગ આપી રહ્યો છે. તેથી સપ્તાહના અંત સુધી મહત્વના નિર્ણયોમાં સાવધાની રાખવી, આપનો રાશી પત્ની સુર્યગ્રહ એક માસ માટે આપની રાશીમાં ભ્રમણ કરશે. જે આપને કાર્ય સફળતાના યોગ આપશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ઉતાવળા નિર્ણયોથી દુર રહેવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિતય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
કન્યા (પ.ઠ.ણ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને મંગળગ્રહના અશુભ બંધનયોગ સાથે સુર્યગ્રહ પણ એક માસ માટે બંધનયોગ આપે છે. આથે અશુભ અંગાર યોગનું સર્જન કરે છે. તેથી આવેશ અને ઉશ્કેરાટનો ત્યાગ કરીને ધીરજ અને સંયમ રાખવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.
તુલા (ર.ત.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. સપતાહના અંત સમયથી સુર્યગ્રહ લાભ સ્થાનમાં ભ્રમણ કરશે. જે ભુતકાળમાં કરેલા કાર્યોનું શુભ ફળ આપશે. નવા કાર્યો અને નવા પરિચયો લાભદાયી રહેશે. શુભ સમાચાર મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શુક્રવારના વ્રત અને લક્ષ્મીજીનુંપ ુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિ કારક સમય રહેશે.
વૃશ્ચિક (ન.ય)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ માત્ર રાહુ ગ્રહનો અશુભ બંધનયોગ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે તેમ છતાં કર્મસ્થાનમાં મંગળ સાથે સુર્યગ્રહ પણ આવે છે. તેથી નિરપેક્ષ ભાવના કેળવીને આત્મવિશ્વાસ સાથે કાર્ય કરશો તો ભવિષ્યમાં જ તેનો લાભ મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફમળદાયી સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર શની રાહુનો શાપીત દોષ અને સુર્યગ્રહનો અશુભ બંધનયોગ સપ્તાહના અંત સુધી વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષાનો ત્યાગ કરવાનું સુચવે છે સપ્તાહના અંતથી સુર્યગ્રહનો બંધનયોગ પૂર્ણ થશે જે લાભદાયી રહેશે.મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ધરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાયો તે જોશો વડીલોનું અરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યથી આનંદ રહેશે આપના માટે શનીવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
મકર (ખ.જ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતીનો કપરો સમય અને મંગળગ્રહના અશુભ બંધનયોગ સાથે સપ્તાહના અંતથી સુર્યગ્રહનું ભ્રમણ એક માસ માટે આર્થિક માન્સીક અને શારિરીક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. વધુ પડતો આત્મવિશ્વાસ નિરાશા મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનીવારના વ્રત અને હનુમાનજીનું પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
કુંભ (ગ.શ.સ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ કર્મસ્થાન અને લાભસ્થાનની પ્રબળતા કપરા કાર્યો સરળ બનાવી શકે છે. અચાનક કાર્ય સફળતાના યોગ પણ મળશે. માત્ર સપ્તાહના અંતથી સુર્યગ્રહનું ભ્રમણ મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહેવાનું સુચન કરે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં મહત્વના નિર્ણયો સ્વહસ્તે જ કરવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડીલોનોે સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શક્ય બનશે. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે માત્ર રાહુગ્રહનો અશુભ બંધનયોગ કાલ્પનીક ભય અને નિર્બળ વિચારો આપે છે. તેથી આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામા વૃધ્ધી કરવાથી કાર્ય સફળતા મળશે નવાકાર્યોની શરૂઆત પણ શુભ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદરો અને વડીલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સપ્તાહ રહેશે.