ભાવનગર જિલ્લામાં સિંહ દિવસની  ઉજવણી કરાઈ

533

ભાવનગર જિલ્લામાં વન વિભાગ સાસણના ઉપક્રમે ૧૦મી ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો.

ભાવનગરના આ કાર્યક્રમમાં જિલ્લાસંયોજક તખુભાઈ સાંડસુરના જણાવ્યા મુજબ વનવિભાગ દ્વારા જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે જિલ્લાની  કુલ ૧૫૬૧ શૈક્ષણિક સંસ્થાઓના ૩,૮૦,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૪૩,૦૦૦ થી વધું ગ્રામજનો તથા શિક્ષકો મળી ફુલ ૪,૨૩,૧૦૬ ૪૭ લોકોએ આ આંદોલનનો હિસ્સો બની પોતાની જાતને સિંહ સાથે જોડી દીધી. કોઈ એક પ્રાણી માટે આટલી મોટી સંખ્યામાં પ્રજાજનો જન આંદોલનના રૂપમાં બહાર નીકળી લોકજાગૃતિ ફેલાવતાં હોય તેવી આ કદાચ પહેલી ઘટના હશે.!?

વન વિભાગ ભાવનગર ના વડા ડો. સંદીપ કુમાર ના નેતૃત્વમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી મેઘાણી સભાગૃહમાં કરવામાં આવી. જેમાં મહારાજા કુમાર  યુવરાજસિંહ જે ને વિશેષ ઉપસ્થિતિ રહી. શહેરના સિંહપ્રેમીઓ તથા વન,પર્યાવરણમાં રસ લેતા લોકોએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લીધો.સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ અવલ રહ્યો, રાજહંસ નેચર ક્લબના સભ્યોએ શ્રી હર્ષદ રાવલીયા ના નેતૃત્વમાં ખૂબ મહત્વની સેવા ઉપર બજાવી હતી.  ડો.સંદીપ કુમાર અને ડો. નીતા ગાંગુલી લિખિત” સિંહશાસ્ત્ર “તથા શ્રી વાઘેલા દ્વારા સર્જિત “બ્રહદ ગીરનો સિંહ “પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું. વન અધિકારી શ્રી નીરવ પટેલ દ્વારા સુચારુ આયોજન અને સુગ્રથન કર્યૂ હતું.

જિલ્લાની ઘણી શૈક્ષણિક સંસ્થાઓએ સિંહ સંરક્ષણ માટેના વિવિધતાપૂર્ણ કાર્યક્રમો આપ્યાં હતાં. વન વિભાગ સાસણ તરફથી વ્યવસ્થાઓ, આયોજન એ.સી.એફ. ડો. મોહન રામ અને કરશનભાઈ વાળા દ્વારા સંભાળવામાં આવ્યું હતું.  તે કામગીરી પણ બેનમૂન રહી હતી.

Previous articleદશામાની મુર્તિઓનું વિસર્જન
Next articleબરવાળા નજીક અકસ્માતમાં પા.પુ.બોર્ડના અધિક્ષક ઈજનેર સહિત બે વ્યક્તિના મોત