શહેરમાં ર૦૧૮ મેરેથોનની તડામાર તૈયારી

648
bhav24-2-2018-7.jpg

રપ ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાનાર મેરેથોન ર૦૧૮ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે મેરેથોનમાં ૧૦ હજાર લોકો ૩ કી.મી., પ કી.મી., ૧૦ કી.મી. અને ર૧ કી.મી. દોડશે. જવાહર મેદાનથી શરૂ થનાર દોડ માટે સ્ટેજ બનાવવામાં આવ્યું છે. શહેરભરમાં હોડીંગ્સ તેમજ બેનરો લગાવાયા છે. તેમજ શહેરના સર્કલોને રોશનીનો ઝળહળાટ કરાયો છે. મેરેથોનમાં ભાગ લેનાર સ્પર્ધકોને આજરોજ સંસ્કાર હોલ ખાતેથી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ટી-શર્ટ, કેપ, એર્ન્જીડ્રીંક, ક્રમાંક નંબર સહિતની ચીજવસ્તુઓ સ્પર્ધકોને અપાઈ હતી. તડામાર તૈયારીનું નિરક્ષક કરવા આઈ.જી. વિશ્વકર્મા તેમજ ડી.ડી.ઓ આયુષ ઓક સહિતના અધીકારીઓ જવાહર મેદાન ખાતે પહોંચ્યા હતાં. મહાપાલિકા દ્વારા શહેરના રોડ-રસ્તાઓ તેમજ ઢોરને હટાવવાની કામગીરી શરૂ કરદીધી છે. આ મેરેથોનમાં આઈ.જી. કલેકટર, એસ.પી. કમિશ્નર, ડી.ડી.ઓ.  સહિતના અધીકારીઓ તેમજ ભાજપ-કોંગ્રેસના પદાધિકારીઓ ભાગ લેશે. તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક તેમજ મનોરંજનના કાર્યક્રમો આપવા માટેની તૈયારી કરી લીધી છે. તંત્ર દ્વારા રવિવારના રોજ સવારે પ થી ૧૧ સુધી રૂટમાં વાહનો માટે પ્રવેશબંધીનું જાહેરનામાું આપ્યું છે.      તસવીર : મનીષ ડાભી

Previous article મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે ડુંગળી ભેરલો ટ્રક ભડભડ સળગી ઉઠયો
Next article એશિયાનો સૌથી મોટો મેળો ઈન્ડિયાવુડ-૧૮નું બૈેંગલોર ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટરમાં આયોજન થશે