ધોલેરા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદથી તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં. તાલુકાના મોટા ભાગના ગામોની સ્થીતિ પાણી…. પાણી… જેવી જોવા મળી હતી. તથા અનેક ઘરોમાં પાણી ધુસી ગયા હતા અને આ ગામના લોકો ખુબ જ મુસિબતમાં નજરે જોવા મળ્યા હતાં. ત્યારે આવા સમયે જ ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ પોતાની ટીમ સાથે ટ્રેકટર મારફત ધોલેરા, મીંગલપુર, ભાણગઢ, ઝાંખી સહિતના ગામોની મુલાકાત લીધી હતી. ગામોના દરેક વિસ્તારોમાં જાત નિરીક્ષણ કરીને જવાબદાર તંત્રના અધિકારીઓને વહેલી તકે અસગ્રસ્ત લોકોને સહાય ચુકવવા સુચના આપી હતી. જયાં બે દિવસ સુધી સરકારી તંત્રના અધિકારીઓ પહંચી શકયા નથી. ત્યાં પ્રથમ ધારાસભ્ય પહોંચતા જ ગામના લોકોએ ધારાસભ્યની કામગીરીની કદર કરી હતી.