ધોલેરા તાલુકામાં ભયાનક પુર આવતા છેવાડાના ગામો બેટમાં ફેરવાયા હતાં અને ઘણા બધા લોકોના ઘરોમાં પાણી ધુસી ગયા હતાં. આજે છેવાડાના મીંગલપુર, ભાણગઢ, ઝાંખી સહિત ગામોમાં ભાજપ દ્વારા અસરગ્રસ્ત લોકોને ફુડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભાના ઈન્ચાર્ઝ કાળુભાઈ ડાભી, જિલ્લા ભાજપ ઉપ-પ્રમુખ દિગપાલસિંહ ચુડાસમા, ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી સહિત ભાજપની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.