સંજીવ ભટ્ટ હાલ એનડીપીએસ(નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ) કેસ મામલે પાલનપુર જેલમાં બંધ છે. આજે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને ૩૦૦ બહેનો રાખડી બાંધવા જવાની છે. તેમની સાથે કોંગ્રેસનાં હાર્દિક પટેલ પણ જવાનાં છે. આ ઉપરાંત સંજીવ ભટ્ટ માટે દેશવિદેશમાંથી ૨૫ હજાર જેટલી રાખડીઓ આવી છે.
આ અંગે હાર્દિક પટેલે કહ્યું છે કે, ’અમને સંજીવ ભટ્ટને મળવા પોલીસ અને તંત્ર સહયોગ આપે તેવી આશા રાખીએ છીએ. ’ મહત્વનું છે કે ૧૯૯૬માં બનાસકાંઠા એસપી હતા ત્યારે તેમના પર ડ્રગ્સનો કેસ થયો હતો. ૧૯૯૬માં ડ્રગ્સ કાંડમાં સંજીવ ભટ્ટનુ નામ ખુલ્યુ હતુ. પાલીના એડવોકેટ સુમેરસિંહને ૧.૧૫ કિલો અફીણ કેસમાં ધરપકડ કરી હતી બાદમાં આ એડવોકેટે હાઈકોર્ટમાં ફરિયાદ કરતાં આ કેસ બોગસ નીકળ્યો હતો. પાલીમાં એક પ્રોપર્ટી ખાલી કરાવવા હોટલમાં ડ્રગ્સ પ્લાન્ટ કરાવ્યું હોવાનો તેમના પર આરોપ લાગ્યો હતો. ૨૦૧૮માં આ કેસમાં સંજીવ ભટ્ટની ધરપકડ કરાઈ હતી. હાલમાં આ કેસમાં સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં બંધ છે.ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં સંજીવ ભટ્ટનો સીડી કાંડ બહાર આવ્યો હતો. ગુજરાત એફએસએલમાં સીડીની ચકાસણી કરાઈ હતી. આ સીડી કાંડમાં સંજીવ ભટ્ટને નોટીસ પણ મોકલાઈ હતી.
આ કેસમાં સંજીવ ભટ્ટે કહ્યુ હતુ કે પોતે નથી પોતાના જેવો છે.